Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુશાંત રાજપુતની હત્યા કરાઇ

CBI સમક્ષ સુશાંતના પિતા અને બહેનનો ધડાકો

મુંબઇ,તા.૧૧ : સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહના પિતા કેકે સિંહ અને તેમની બહેન સાથે સુશાંતના બોલિવૂડ કનેકશન અંગે વાતચીત કરી. સુશાંતે પરિવારનું સ્ટેટમેન્ટ ફરીદાબાદમાં લેવામાં આવ્યું. રિપોર્ટ્સ મુજબ સીબીઆઈ ઈન્ટરોગેશન દરમિયાન સુશાંતના પિતાએ તપાસ એજન્સીને કહ્યું કે સુશાંતનું મર્ડર થયું છે.

ટાઈમ્સ નાઉના રિપોર્ટ્સ મુજબ સુશાંતની બહેને CBIને સુશાંતના કેસની તપાસ આત્મહત્યા માટે ઉશ્કેરણી માટે નહીં પણ મર્ડરની દિશામાં થવી જોઈએ. સુશાંતના પિતાએ પણ મર્ડરનો આરોપ લગાવ્યો છે. સુશાંતના કેસમાં તે સમયે નવો વળાંક આવ્યો જયારે તેમના પિતાએ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પટનામાં કરવામાં આવ્યો હતો, જેમાં રિયાના પરિવારના લોકોના નામ છે.

FIRમાં રિયા સામે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ઉલ્લેખ કરાયો છે, તેનું માનસિક શોષણ કરવા અને કરોડો રૂપિયાની હેરાફેરી જેવા ઘણાં આરોપ લગાવ્યા હતા. આ મામલાની તપાસ માટે બિહાર પોલીસની ટીમ મુંબઈ ગઈ હતી. જયાં ટીમે મુંબઈ પોલીસ પર સહયોગ ના કરવાનો આરોપ લગાવ્યો. જે બાદ બિહાર સરકારની રજૂઆત પર કેન્દ્રએ CBI તપાસની લીલી ઝંડી આપી.

સુશાંતસિંહનો પગ વાંકો વળેલો હતો?

મુંબઇ,તા.૧૧ : આવા દાવા સાથેનું ટ્વીટ કરતાં બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે સુશાંતસિંહ રાજપૂતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનાર કૂપર હોસ્પિટલના પાંચ ડોકટરોની પૂછપરછ થવી જોઈએ.

એકટર સુશાંતસિંહ રાજપૂતના કેસમાં રોજ નવા ફણગા ફૂટ્યા કરે છે. ગઈ કાલે બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે સુશાંતની બોડીને જે એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ હતી એના કર્મચારીના કહેવા મુજબ સુશાંતનો પગ વાંકો વળી ગયો હતો, ફેકચર થયું હોય એ રીતે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનાર કૂપર હોસ્પિટલના પાંચેપાંચ ડોકટરોની પૂછપરછ થવી જોઈએ.

એક ટીવી-ચેનલે એ઼મ્બ્યુલન્સના કર્મચારી સાથે વાત કરી હતી જેણે દાવો કર્યો હતો કે સુશાંતની બોડી પીળી પડી ગઈ હતી.

બીજી તરફ બીજેપીના પ્રવકતા નિખિલ આનંદે આક્ષેપ કર્યો હતો કે સુશાંતના કેસમાં પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે.

એએનઆઇએના અહેવાલ મુજબ આનંદે માગણી કરી હતી કે શિવસેનાના નેતા સંજય રાઉત અને આદિત્ય ઠાકરેની નાર્કો ટેસ્ટ કરાવવી જોઈએ.

(11:43 am IST)