Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દેશી કોરોના વેકસીન પર ગુડ ન્યુઝ

ભારતને ડિસેમ્બર સુધીમાં મળશે વેકસીન

નવી દિલ્હી તા. ૧૧ : પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ના સીઇઓ અદાર પૂનાવાલા એ કહ્યું છે કે કોરોના વેકસીન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની આશા છે. તેઓએ જણાવ્યું કે કિંમતને લઈ હજુ કંઈ નક્કી નથી કરવામાં આવ્યું, પરંતુ બે મહિનામાં ફાઇનલ કરી દેવામાં આવશે. પૂનાવાલાએ કહ્યું કે, એ જણાવી દેવામાં આવશે કે એક ડોઝની કિંમત શું રાખવામાં આવશે.

 અદાર પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, આઈસીએમઆરની સાથે કેટલાક હજાર દર્દીઓ પર ટ્રાયલ થોડાક જ દિવસમાં શરૂ થઈ જશે.અદાર પૂનાવાલાએ કહ્યું કે, ડિસેમ્બર સુધીમાં કંપની કોરોના વેકસીન લોન્ચ કરી દેશે  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિડ-૧૯ની વેકસીન માટે ગાવિ અને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર કર્યા છે. જે હેઠળ કોવિડ-૧૯ની વેકસીનના ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતના નિવાસીઓને ૨૨૫ રૂપિયામાં કોરોના મહામારીનું વેકસીન ઉપલબ્ધ કરાવશે.

જોકે, હજુ પૂનાવાલાએ કહ્યું કે કિંમતનો ખુલાસો બે મહિનામાં કરવામાં આવશે. પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાજેનેકાની કોરોના વેકસીન બીજા અને ત્રીજા ચરણના કલીનિકલ ટ્રાયલ પણ કરી રહી છે. હાલમાં કંપનીને ભારતના દવા નિયામકથી આ પરીક્ષણ કરવાની મંજૂરી મળી હતી)

સીરમ ઇન્ટિષ્ટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં તેને કોવિશીલ્ડના નામથી લોન્ચ કરશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારત અને અન્ય દેશો માટે નોવોવૈકસ વેકસીનના ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ કહ્યું છે કે કંપની ગવીના કોવૈકસ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ હેઠળ દુનિયાના ૯૨ દેશોને વેકસીન ઉપલબ્ધ કરાવશે. ગવી કાવૈકસ ફેસિલિટીનું નેતૃત્વ કરે છે, જેની રચના સમગ્ર દુનિયામાં કોરોનાની વેકસીનને સૌથી વધુ અને નિષ્પક્ષ રીતે પહોંચાડવા માટે કરવામાં આવે છે.

કોરોના વાયરસના સતત વધી રહેલા ખતરાની વચ્ચે દુનિયાના અનેક દેશો કોરોના વેકસીન માટે પ્રયાસો કરી રહ્યા છે અને ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ વેકસીન તૈયાર કરવા માટે દુનિયાભરમાં લગભગ ૨૦૦ પ્રોજેકટ્સ પર કામ ચાલી રહ્યું છે. લગભગ બે ડઝન વેકસીન કિલનિકલ ટ્રાયલની પ્રક્રિયામાં છે. ભારત ઉપરાંત અનેક દેશ સતત વેકસીનને લઈ અલગ-અલગ દાવા કરી રહ્યા છે.

(11:42 am IST)