Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

યુપીમાં અમેરિકાથી આવેલી વિદ્યાર્થીનીનું બદમાશોની છેડતીને ટાળતી વખતે બાઈક પટકાઈ જતા કરૂણમોત

કાકા સાથે બાઇકમાં જતી યુવતીની છેડતી : મૃતક સુદિક્ષાએ એચસીએલ પાસેથી 3 કરોડ 80 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી હતી

યુપીમાં યોગીરાજમાં પણ ગુંડા-મવાલીઓનો  ત્રાસ ઘટ્યો નથી બુલંદશહેરમાં અમેરિકાથી પરત આવેલી વિદ્યાર્થીનીનું બદમાશોની હરકતો ટાળતી વખતે એક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થી કોરોના સંક્રમણકાળમાં પોતાના ઘરે પરત આવી હતી. તે પોતાના કાકા સાથે બાઇક પર હતી અને કોઈ સબંધીનાં ઘરે જઇ રહી હતી. રસ્તામાં અમુક બદમાશોએતેની સાથે છેડતી શરૂ કરી અને આરોપી યુવકો વારંવાર બાઇકને ઓવરટેક કરી રહ્યા હતા. દરમિયાન યુવતી બાઇક પરથી પડી ગઇ હતી અને આ કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે યુવતીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. અજાણ્યા બાઇક ચાલકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, યુપીનાં બુલંદશહેરમાં રહેતી સુદિક્ષા ભાટીએ ગત વર્ષે મધ્યવર્તી પરીક્ષામાં જિલ્લામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સુદિક્ષાએ એચસીએલ પાસેથી 3 કરોડ 80 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી હતી, ત્યારબાદ તે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગઈ હતી. કુટુંબનાં સભ્યોએ જણાવ્યું હતું કે, સુદિક્ષા યુરોપથી કોરોના સંક્રમણકાળનાં કારણે પરત આવી હતી. તે બુલંદશહેરમાં જ તેના ઘરે હતી. તે તેના મામાને મળવા જઇ રહી હતી.

રસ્તામાં બાઇક સવાર યુવકોએ તેની છેડતી શરૂ કરી હતી. યુવકે સુદિક્ષાની બાઇકને વારંવાર ઓવરટેક કરી ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. વળી યુવતી બાઇક પરથી પડી હતી અને કમનસીબે તેનું મોત નીપજ્યું હતું. પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે સુદિક્ષા થોડા દિવસો પછી અમેરિકા પરત ફરવાની હતી. પોલીસે યુવતીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. અજાણ્યા બાઇક ચાલકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા ફરી એકવાર સવાલોમાં આવી ગઇ છે.

(10:28 am IST)