Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પ્રખ્યાત શાયર રાહત ઈન્દૌરી કોરોના રિપોર્ટ પોઝીટીવ :હોસ્પિટલમાં દાખલ

રાહત ઇંદોરીએ ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી

જાણીતા શાયર રાહત ઈન્દૌરી કોરોના વાયરસ પોઝિટિવ છે. મોડી રાત્રે તેમને મધ્યપ્રદેશના ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દૌરીના પુત્ર સતલજે આ અંગે માહિતી આપી, બાદમાં રાહત ઈન્દૌરીએ પણ આ અંગે ખુદ ટ્વીટ કરી હતી.

સતલજ ઇન્દોરીના જણાવ્યા અનુસાર રાહત ઈન્દૌરીને ઓરબિંડો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ છે. તેમણે એમ પણ કહ્યું કે અત્યારે ચિંતા જેવું કંઈ જ નથી રાહત ઈંદૌરી સ્વસ્થ છે.

ત્યારબાદ રાહત ઈન્દૌરીએ ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, 'કોવિડના પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું અર્બિંદો હોસ્પિટલમાં એડમિટી છું, પ્રાર્થના કરું છું કે મારે આ રોગને જલદીથી હરાવી દઉં. બીજી એક પ્રાર્થના છે મને અથવા મારા પરિવારને ફોન ન કરતાં ઘરે લોકોને બોલાવશો નહીં, તમને મારી તબિયતના સમાચાર ટ્વિટર અને ફેસબુક પર મળતા રહેશે.

નોંધપાત્ર વાત એ છે કે રાહત ઈન્દૌરી એક પ્રખ્યાત કવિ છે સાથે જ તે બોલિવૂડ માટે ઘણા ગીતો લખી ચુક્યા છે. રાહતની ઉંમર 70 વર્ષ છે આવી સ્થિતિમાં ડોકટરોની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

(8:15 pm IST)