Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટમાં આજે ૧૯ની જિંદગી ખતમ કરતો કોરોના

સિવિલ હોસ્પિટલમાં ૧૫ દર્દી અને ખાનગી હોસ્પિટલમાં ૦૨ દર્દીનો દમ તુટ્યોઃ ૩ દિવસનો મૃત્યુઆંક થયો ૪૬

રાજકોટ તા. ૧૧: વૈશ્વિક મહામારી કોરોનાની ગતિ અતિને અતિ તેજ થઇ રહી છે. મૃત્યુની બાબતમાં કોરોનાએ આજે પણ બાર દર્દીઓની જિંદગી ખતમ કરી નાંખી છે. શહેરની સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ સેન્ટરમાં ૧૭ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં ૦૨ દર્દીઓના મોત થયા છે. તે સાથે ત્રણ દિવસમાં ૪૬  દર્દીઓના મોત થયા છે.

કોરોનાની સારવાર દરમિયાન સાધુ વાસવાણી રોડના બાબુભાઇ ગાંડુભાઇ (ઉ.વ.૭૦),  સાધુ વાસવાણી રોડના લાભુબેન પ્રભુદાસભાઇ (ઉ.વ.૭૯), રેલનગરના અરવિંદભાઇ રતિલાલભાઇ ટાંક (ઉ.વ.૬૩), નકલંક ચોક શ્રીનાથજી એપાર્ટમેન્ટના કમલભાઇ પ્રવિણભાઇ (ઉ.વ.૪૧),   બજરંગવાડીના લવીનાબેન ભલાભાઇ મકવાણા (ઉ.વ.૬૫), શ્રોફ રોડના મધુકાંતભાઇ વૃજલાલભાઇ (ઉ.વ.૬૪),  જામનગર રોડ સૈનિક સોસાયટી- પ્રફુલભાઇ પરષોત્તમભાઇ ચાવડા      (ઉ.વ.૬૫),    ગોંડલના ભારતીબેન છગનભાઇ શીંગાળા (ઉ.વ.૬૦),   મોરબી તિરૂપતી સોસાયટીના અશોકભાઇ બાબુભાઇ (ઉ.વ.૫૯), ૧૦  બગસરાના પ્રફુલભાઇ કાનજીભાઇ નકુમ (ઉ.વ.૪૬), જેતપુર પારસ પાર્કના કિશોરભાઇ નરસિંહભાઇ જોટાંગીયા (ઉ.વ.૬૫), નવાગઢના અરવિંદભાઇ મોહનભાઇ મરકત (ઉ.વ.૭૧), કાલાવડ પાતામેઘપરના કિશોરભાઇ આણંદભાઇ (ઉ.વ.૩૫), સુરેન્દ્રનગરના તાલિબહુશેન તાહેરઅલીભાઇ કડીવાર (ઉ.વ.૫૯),    ધોરાજીના બિલ્કીશબેન વહાબભાઇ પાનવાલા (ઉ.વ.૭૦), જેતપુરના સુનિતાબેન દિલીપભાઇ પડીયા (ઉ.વ.૫૦)  તથા     અન્ય એક ખાનગી હોસ્પિટલમાં મુસ્લિમ પરિવારના એક દર્દી વેરાવળના અબ્દુલભાઇ ખત્રી (ઉ.વ.૬૭) મળી કુલ ૧૭ દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે સવારથી બપોર સુધીમાં વધુ બે દર્દીઓ રાજકોટ ગોૈતમનગર-૪ના રાઘવદાસ નારણદાસ સોલંકી (ઉ.વ.૬૫) તથા દૂધસાગર રોડ શિવાજીનગરના મેપાભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૬૫)ના પણ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે રવિવાર, સોમવારના ૨૭ અને આજના ૧૯ મળી ત્રણ દિવસમાં ૪૬ દર્દીઓએ દમ તોડી દીધો છે. તમામ મૃતદેહોની અંતિમવિધી, દફનવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(3:10 pm IST)