Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

એચયુએલની મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો : માર્કેટ મૂડી મામલામાં ટીસીએસ ફરીવખત પ્રથમ ક્રમાંકે

મુંબઈ, તા. ૧૧ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે છેલ્લા સપ્તાહમાં ૮૭૯૬૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવર અને એચડીએફસી બેંકને સૌથી વધારે ફાયદો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસ, એચડીએફસી, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. જ્યારે આરઆઈએલ, આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં નુકસાન થયું છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી આ ગાળામાં ૨૨૧૪૫.૯૨ કરોડ રૂપિયા વધીને ૩૯૮૨૯૦.૯૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

           જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૮૨૬૪.૯૩ કરોડ રૂપિયા વધીને ૬૨૩૮૯૨.૦૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી ૧૫૧૪૮.૧૫ કરોડ રૂપિયા વધીને ૩૮૧૬૧૯.૩૪ કરોડ રૂપિયા થઇ છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ખુબ ઝડપથી વધીને હવે ૮૪૨૬૩૫.૫૧ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૬૩૩૫.૧૯ કરોડ રૂપિયા વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. ટોચની ૧૦ કંપનીઓ પૈકી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં તેજી રહી છે. તેજી રહેવા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા છે.

        ટોચની ૧૦ કંપનીઓમાં ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર છે. આરઆઈએલ કરતા તેની માર્કેટ મૂડી ખુબ વધારે થઇ ચુકી છે. આવી સ્થિતિમાં શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં ટુંકા કારોબારી સેશનમાં માર્કેટ મૂડી વધારવાને લઇને સ્પર્ધા જામી શકે છે. આવતીકાલે શેરબજારમાં બકરી ઇદની રજા રહ્યા બાદ ટૂંકા કારોબારી સેશનની શરૂઆત થશે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૧ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની મૂડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં જે કંપનીઓની માર્કેટ મૂડી વધી છે તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચયુએલ

૨૨૧૪૫.૯૨

૩૯૮૨૯૦.૯૨

એચડીએફસી બેંક

૧૮૨૬૪.૯૩

૬૨૩૮૯૨.૦૮

એચડીએફસી

૧૫૧૪૮.૧૫

૩૮૧૬૧૯.૩૪

ટીસીએસ

૧૪૮૪૦.૬૮

૮૪૨૬૩૫.૫૧

ઇન્ફોસીસ

૬૩૩૫.૧૯

૩૩૯૩૭૨.૭૮

આઈસીઆઈસીઆઈ

૬૨૩૭.૭૨

૨૭૧૩૬૦.૦૮

કોટક મહિન્દ્રા

૪૯૯૩.૨૯

૨૯૨૮૬૬.૪૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ, તા. ૧૧ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જે કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે તેમાં આઈટીસી, રિલાયન્સ અને એસબીઆઈનો સમાવેશ થાય છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં હાલના સમયમાં ઘટાડો થયો છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એસબીઆઈ

૧૫૨૬૧.૧

૨૬૦૦૧૮.૫૬

આરઆઈએલ

૧૪૦૭૨.૮

૭૩૬૬૦૨.૦૮

આઈટીસી

૧૨૬૦૬.૯

૩૧૨૧૪૬.૩૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

 

 

(8:01 pm IST)