Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મહારાષ્‍ટ્રમાં ભરપુર વરસદા અને પુરની સ્‍થિતિને કારણે રાજઠાકરેએ વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવા માંગણી ઉઠાવી : ચૂંટણી પંચને પણ કરી જાણ

મહારાષ્ટ્રમાં ભયંકર પૂરની સ્થિતિ, રાજ ઠાકરેએ આગામી વિધાનસભા ચૂંટણી ટાળવાની કરી માંગ

મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આવેલા ભયંકર પૂરના કારણે આ વર્ષ યોજાનારી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે જ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજ ઠાકરેએ કહ્યુ, પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન સામાન્ય થવામાં સમય લાગશે. રાજ ઠાકરેએ ચૂંટણીને સ્થગિત કરવા માટે ચૂંટણી પંચને દખલ કરવાની માંગ કરી હતી.

મનસે પ્રમુખે રાજ ઠાકરેએ કહ્યુ, હું આ મુદ્દે ચૂંટણી પંચને પત્ર લખીશ. વિપક્ષનો આરોપ છેકે, રાજ્ય સરકાર પૂરની સ્થિતીને યોગ્ય રીતે ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. રાજ ઠાકરેએ કહ્યુ, પશ્વિમ મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં થયેલાં વિનાશને કારણે ઓક્ટોબર સુધીમાં સ્થિતિ નિયંત્રણમાં આવવાનાં કોઈ આસાર નથી. સપ્ટેમ્બરમાં આચાર સંહિતા લાગૂ થઈ જશે. અને સરકાર તેનો હવાલો આપીને રાહત કાર્યને રોકી દેશે. જેના કારણે ચૂંટણીને આવતા વર્ષ સુધી ટાળવી જ યોગ્ય રહેશે.

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને શિવસેના પરિસ્થિતી સુધારવાને લઈને જરા પણ ગંભીર નથી માત્ર રાજકારણ કરવામાં જ વ્યસ્ત છે. ભારે વરસાદને કારણે પશ્વિમી મહારાષ્ટ્રમાં નદીઓમાં પૂર આવવાને કારણે સાંગલી, કોલ્હાપુર, સતારા, પુણે, સોલાપુર ખૂબ જ પ્રભાવિત થયા છે.

(12:50 pm IST)