Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

શોપિયન બાદ અજિત દોભાલ અનંતનાગ ખાતે લોકોની વચ્ચે

લોકોમાં આત્મવિશ્વાસ ભરતા દોભાલ દેખાયા : સમગ્ર વિસ્તારમાં લોકોના મુડને જાણવા માટેના પ્રયાસો

નવી દિલ્હી, તા. ૧૦ : કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ રાજ્યમાં લોકોના મુડને જાણવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. બે દિવસ પહેલા શોપિયન વિસ્તારમાં લોકો સાથે જાહેર વિસ્તારોમાં વાતચીત કરીને તેમનામાં આત્મવિશ્વાસ ભર્યા બાદ દોભાલ આજે અનંતનાગ પહોંચ્યા હતા અને લોકોની વચ્ચે નજરે પડ્યા હતા. જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતા લોકો સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા.

              જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર ખુબ જ સક્રિય છે. લોકોમાં આત્મવિશ્વાસ ભરવા માટે અને કલમ ૩૭૦ના સંદર્ભમાં લોકોને વાકેફ કરવા માટે મોટી જવાબદારી અજિત દોભાલને સોંપવામાં આવી છે. દોભાલ સતત ત્રાસવાદગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે.

           યુવાનોને વધુ સારા ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યા છે. આ જ ક્રમમાં દોભાલ આજે અનંતનાગ પહોંચ્યા હતા. અનંતનાગને જમ્મુ કાશ્મીરના ત્રીજા સૌથી મોટા શહેર તરીકે ગળવામાં આવે છે. ઓછી આવક ધરાવતા યુવાનો સાથે દોભાલે વાતચીત કરી હતી. ખીણમાં સ્થિતિ બગાડવાના પ્રયાસ ન થાય તેવી પહેલ થઈ છે.

(12:00 am IST)