Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભાગેડુ નીરવ મોદીને સાર્વજનિક સમન્સ:હાજર નહીં થાય તો નવા કાયદા હેઠળ સંપત્તિ જપ્ત કરી લેવાશે

ઇડીએ નિરવ મોદીના ભાઇ અને બહેન પર મનિ લોન્ડ્રીંગમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી :સ્પેશિયલ આર્થિક ગુનાખોરી કાયદા કોર્ટે પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપી નિરવ મોદી, તેની બહેન તથા ભાઇ નિશાલ મોદીને સાર્વજનીક સમન પાઠવ્યું છે અને તેમને 25 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા જણાવ્યું છે.

   કોર્ટે કહ્યું છે કે જો તેઓ કોર્ટની સમક્ષ હાજર નહીં થાય તો તેમની સંપત્તિ નવા કાયદા અંતર્ગત જપ્ત કરી લેવાશે. કોર્ટે અખબાર મારફતે નિરવ મોદીની બહેન અને તેના ભાઇને સાર્વજનીક નોટીસ પાઠવી છે.

 ઇડીએ નિરવ મોદીના ભાઇ અને બહેન પર મનિ લોન્ડ્રીંગમાં સામેલ હોવાનો તથા કૌભાંડ સામે આવ્યા પહેલા ભારતમાંથી ફરાર થવાનો આરોપ લગાવ્યો છે.

(10:56 pm IST)