Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ મંદિરમાં માથું ટેકવી ચૂંટણી પ્રચાર યાત્રાની કરી શરૂઆત

સંમેલન બાદ ગોવિંદ દેવ મંદિર જઈને પૂજા અર્ચના કરી

જયપુરઃ રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ કરવા માટે જયપુર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદિર દર્શનની પરંપરા ચાલુ રાખી હતી. રાહુલ ગાંધીએ શનિવારે મંદિરમાં માથું ટેકવીને પોતાની ચૂંટણી યાત્રાની શરુઆત કરી હતી.

 

   જયપુરમાં કોંગ્રેસ પ્રતિનિધિ સંમેલનને સંબોધિત કર્યા પછી રાહુલ ગાંધીએ ગોવિંદ દેવ મંદિર જઈને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન અશોક ગહેલોત, સચિન પાયલટ, સીપી જોશી સહિતના અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ દેશની રાજનીતિમાં મહત્વના ગણાતા ગુજરાત તથા કર્ણાટક વિધાનસભા ચૂંટણી સમયે પણ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં

(10:54 pm IST)