Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમિતભાઇ શાહનું નિવેદન પશ્ચિમ બંગાળનું અપમાન : 72 કલાકમાં માફી માંગે નહીંતર કાયદાકીય કાર્યવાહી

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કોલકાતાની રેલીને ફ્લોપ શો ગણાવતા કહ્યું, અમિતભાઈ શાહ બંગાળની સંસ્કૃતિને સમજતા નથી.

 

કોલકતા ;ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહની કોલકાતાના માયો રોડ પરની રેલીને ટીએમસી નેતાઓએ ફ્લોપ શો ગણાવ્યો છે  ટીએમસી નેતાએ અમિતભાઈ  શાહના સંબોધને બંગાળનું અપમાન ગણાવ્યું છે. ટીએમસી નેતાઓએ કહ્યું છે કે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જો 72 કલાકની અંદર પશ્ચિમ બંગાળના લોકો પાસે માંફી માંગતા નથી તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરશે.

   ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કોલકાતામાં શાહની રેલીને ફ્લોપ શો ગણાવ્યો છે.તેમને કહ્યું, અમિત શાહ બંગાળની સંસ્કૃતિને સમજતા નથી. તેમના સંબોધનમાં તેમને ઘણા બધા જૂઠ બોલ્યા છે જે બંગાળના લોકોનું અપમાન છે. જો અમિત શાહ 72 કલાકની અંદર માફી માંગશે નહી તો અમારે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે.

   અત્રે ઉલ્લેખનિય છે કે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ને લઈને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર હલ્લબોલ કરતાં કહ્યું કે, મમતા સરકાર વોટ બેંકને લઈને બાંગ્લાદેશીઓનો બચાવ કરી રહી છે. એનઆરસી પર વોટ બેંકની પોલિટિક્સ થઈ રહી છે. બંગાળની સલામતી માટે એનઆરસી જ એકમાત્ર ઉપાય છે. અમે બંગાળમાં ઘૂસણખોરી કરનારાઓને ભગાડીશું. યુવા સ્વાભિમાન સમાવેશ રેલીમાં મોટી સંખ્યામાં આવેલ લોકોને જોઈને શાહે કહ્યું. રેલીમાં મોટી સંખ્યામાં આવેલા લોકો તેનો સંકેત આપી રહ્યાં છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બનેર્જીનું શાસન ખત્મ થવા જઈ રહ્યું છે.

(9:45 pm IST)