Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કોંગ્રેસે ફિલ્મ સિતારાને ભારત રત્ન આપ્યો પરંતુ આબેડકરને નવાજ્યા નહીં :રામવિલાસ પાસવાન

સંસદના કેન્દ્રીયકક્ષમાં આબેડકર્ણી કોઈ તસ્વીર નહીં જયારે નહેરુ પરિવારના ત્રણ તસ્વીર ? :રાહુલ ગાંધી સામે પાસવાને ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : લોકજન શક્તિ પક્ષના રમુખ રામવિલાસ પાસવાને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના દલિત સમર્થક હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા અને 14 સવાલ પુછીને ભારતની સૌથી જુની પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને તેનો જવાબ આપવા માટે જણાવ્યું હતું.એલજેપી અધ્યક્ષે સંસદમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (અત્યાચાર નિવારણ) વિધેયકને ઝડપથી પસાર કરવા માટે વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યા હતા. 

પાસવાને દલિત સમુદાય અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છું કે દલિતોના આદર્શ બી.આર આંબેડકરે જ્યારે બે વાર લોકસભા ચૂંટણી લડી તો તેમની પાર્ટી વિરુદ્ધ ઉભા શા માટે રહ્યા હતા. કેમ સંસદના કેન્દ્રીય કક્ષમાં આંબેડકરની કોઇ જ તસ્વીર નહોતી, જ્યારે નેહરૂ પરિવારના ત્રણ સભ્યોની તસ્વીરો હતો. શા માટે તેમની પાર્ટીએ સત્તામાં રહેવા દરમિયાન આંબેડકરને ભારત રત્નથી નવાજ્યા નહોતા જ્યારે ફિલ્મ સ્ટાર્સને પણ ભારત રત્ન આપવામાં આવ્યા. 

(11:17 pm IST)
  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST