Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક': મદ્રાસ હાઈકોર્ટ

બાળકને માતાપિતા બંનેના પ્રેમની જરૂર હોય છે કોઈ એકલુ તેની પૂર્તિ કરી શકે નહિ.

ચેન્નાઇ :મદ્રાસ હાઈકોર્ટે બાળકોના સિંગલ પેરેન્ટીંગ પર સવાલ ઉભા કરતા કહ્યુ છે કે સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક છે. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન કિરુબાકરને કહ્યુ કે સિંગલ પેરેન્ટીંગનું વધતુ ચલણ સમાજ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી રહ્યુ છે. તેમણે કહ્યુ કે એક બાળકને માતાપિતા બંનેના પ્રેમની જરૂર હોય છે કોઈ એકલુ તેની પૂર્તિ કરી શકે નહિ.

(9:17 pm IST)