Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વસુંધરારાજેની ચાલ : અનેક ગામોના નામ બદલી દેવાયા

રાજસ્થાન ચૂંટણી પહેલા નામ બદલી દેવાયા : ગામોના મુસ્લિમ નામોને બદલીને હિન્દુ કરાયા : કોંગ્રેસ પાર્ટી-મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરાયેલી ઉગ્ર ટીકા

જયપુર, તા.૧૧ : રાજસ્થાનમાં ચૂંટણીને લઈને પ્રદેશની વસુંધરા રાજે સરકાર લાંબા સમયથી અધુરી રહેલી માંગને લઈને અમલીકરણની દિશામાં આગળ વધી ચુકી છે. વસુંધરા સરકારે ગામોના મુસ્લિમ નામોને બદલીને હિન્દીમાં નવા નામાંકરણ કરી દીધા છે. મોહંમદપુરને મેદિખ ખેડા, નવાબપુર ને નઈ સરથલ, રામપુરા-આજમપુરને સીતારામજી ખેડા અને માંડફિયાને સાંવલિયાજીના રૃપમાં મંજુરી આપી દીધી છે. રેવેન્યુ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ કહ્યું છે કે આવનાર સપ્તાહમાં કેટલાક બીજા નામને પણ બદલવામાં આવનાર છે. ગામોના નામને વિધાનસભા ચૂંટણીથી ચાર મહિના પહેલા બદલવામાં આવી રહ્યા છે. વોટબેંકની રાજનીતિ આના માટે મહત્વપૂર્ણ દેખાઈ રહી છે. રાજસ્થાનમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. આ પહેલા પણ અન્ય ત્રણ ગામોના નામ બદલવામાં  આવી ચુક્યા છે. અજમેર સ્થિત સલેમાબાદને શ્રી નિંબર્કતીર્થ બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ પ્રક્રિયા અંતિમ દોરમાં છે. આ સમગ્ર મામલામાં કોંગ્રેસના નેતા અશોક ગહેલોતનું કહેવું છે કે ચૂંટણી પહેલા આ પ્રકારની ચીજો કરવાની બાબત બીનજરૃરી છે. બીજી બાજુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય યાસ્મીન ફારૃકીનું કહેવું છે કે મુસ્લિમોને ક્યારેય પણ રાજસ્થાનમાં આટલો ભય લાગ્યો નથી જેટલો હાલમાં લાગી રહ્યો છે. મોબ લીન્ચીંગ, નફરત સહિત કેટલાક મામલાઓને લઈને ગામોના નામ બદલવામાં આવી રહ્યા છે.

(8:11 pm IST)