Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

બીજેપીને રોકવા માટે માયાવતી હવે જીજ્ઞેશ અને ચંદ્રશેખર સાથે મિલાવશે હાથ!

'બહેન' માયાવતીનું સમર્થન કરશે જીગ્નેશઃ દલિત મતોના વેર-વિખેરને રોકવા પ્રયાસો તેજ બન્યા

નવી દિલ્હીઃ તા.૧૧: મહાગઠબંધનના પ્રયત્નો વચ્ચે દલિત ક્ષત્રિય પણ નજીક આવવા લાગ્યા છે.જે કયારેક માથાનો દુખાવો બન્યા હતા.ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાણીએ તો માયાવતીને તેની બહેન બનાવીને ચૂંટણીમાં તેનો સાથ આપવાનું એલાન કરી દીધૂ.એટલું જ નહીં તેઓએ બીએસપીના દ્યોર વિરોધમાં ઉભરેલી ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર એટલે કે રાવણને પણ સાથે લાવાનો દાવો કરી દીધો છે.જોકે હજી બીએસપી ઙ્ગઅથવા ભીમ આર્મીની સાથે આવાનો કોઈ આધિકારિક એલાન કર્યું નથી.પરંતુ ભાજપ વિરુદ્ઘ દલિતના મતોને વેરવિખેર કરવા રોકવા માટે આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

ગઈ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી બીએસપીની મુશ્કિલોમા વધારો કર્યો છે.લોકસભા ચૂંટણીમાં તેને એક પણ સીટ મળી નથી.અને વિધાનસભામાં માત્ર ૧૯ સીટો પર સમેટાઈ ગઈ.ત્યારબાદ માયાવતીએ ગઠબંધનની રાજનીતિનું એલાન કરયુ.માયાવતીએ ઉપચૂંટણીમાં સપાનો સાથ આપીને એક પ્રયોગ કર્યો જે સફળ રહયો.ગોરખપુર,ફુલપુરમાં સીધું સમર્થન આપ્યું તો કૈંરાના અને નુરપુરમાં પણ બીએસપીનુ અપ્રત્યક્ષ સમર્થન રહ્યુ.પરિણામ એ આવ્યું કે બીજેપીને એક પણ સીટ મળી નહી.આ પ્રયોગ બાદ હવે માયાવતી લોકસભા ચૂંટણીમાં પણ મહાગઠબંધનના મિશનમાં લાગી છે. પરંતુ તેમાં તે તેની ૨૧ ટકા મતોની તાકાત બતાડીને વધુ માં વધુ સીટો હાંસલ કરવાના પ્રયત્નોમાં છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્ત્િ।સગઠમાં કોંગ્રેસનો સાથે આપીને લોકસભા ચૂંટણીમાં પણ યુપીમાં ખુદ વધુ સીટો હાંસલ કરવાના પ્રયત્નો છે.

(3:40 pm IST)