Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઘુસણખોરો તૃણમુલના વોટરોઃ મમતા-તૃણમુલને ઉખાડીને ફેંકી દેવા આંદોલન કરીશઃ પ.બંગાળના બધા જીલ્લામાં જઇશઃ અમિત શાહ

કોલકત્તાઃ મમતા બેનર્જીના ગઢમાં અમિત શાહની ગર્જનાઃ પ.બંગાળમાંથી મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસને ઉખાડીને ફેંકી દેવા હું આંદોલન કરીશઃ પ.બંગાળના દરેક જીલ્લામાં ફરી વળીશઃ ઘુસણખોરો તૃણમુલના વોટરો છેઃ ભાજપ માટે દેશની સુરક્ષા મહત્વનીઃ બાંગ્લા ઘુસણખોરોથી દેશને ખતરોઃ બંગાળમાં ઘુસણખોરી નહિ અટકે તો રાજય બરબાદ થઇ જશેઃ બંગાળના વિકાસ માટે ભાજપનું શાસન જરૂરી છેઃ મોદી જ બંગાળમાં વિકાસની ગંગા વહાવશેઃ બંગાળમાં હવે પરિવર્તન થશેઃ બંગાળમાં તૃણમુલનાં શાસનમાં વિકાસ નથી થયોઃ ભાજપ વિકાસ લાવશેઃ ભાજપ ભ્રષ્ટાચાર મુકત શાસન લાવશેઃ બંગાળમાં કાયદો વ્યવસ્થાની પુનઃ સ્થાપના થશે.

રેલીના કારણે બાંગ્લા ચેનલોને ડાઉન કરવામાં આવીઃ ટીએમસી અને કોંગ્રેસે ચૂંટણી પહેલા એ પણ જણાવવું જોઇએ કે  નહીં: હું બંગાળના ભાઇઓ-બહેનોને પુછુ છુંકે તમે એનઆરસીનું સમર્થન કરો છે કે નહીં,  મમતા સરકાર બેરી છે તેમના સુધી મોટેથી તમારો અવાજ પહોંચાડોઃ અમારો અવાજ બંધ નહીં કરી શકોઃ મમતાએ બંગાળનો વિનાશ વેર્યોઃ મમતાના રોકવાથી એનઆરસી નહીં રોકાયઃ દેશની રક્ષા ઉપર ખતરા સમાન બાંગ્લાદેશી ઘુષણખોરોને આવવા નહીં દેવાયઃ અમે બાંગ્લા વિરોધી નથી પણ ટીએમસી વિરોધી જરૂર છીએઃ જયારથી મમતા સરકારમાં આવી છે ત્યારથી તેમણે ભ્રષ્ટ્રાચારની સીરીઝ ચલાવે છેઃ ઘડીક સીન્ડીકેટ  કયારેક માલદાઃ રાજયમાં વારંવાર બોંબ અને પિસ્તોલ બનાવવાના કારખાના ઝડપાય છેઃ અમારી પાર્ટીની સ્થાપના જ બંગાળના સુપત મુખર્જીએ કરી છેઃ ભાજપના ૬પ કાર્યકર્તાઓને બંગાળમાં મારી નખાયા છેઃ મમતા સરકારને જણાવી દઉં કે રામકૃષ્ણ વિવેકાનંદ અને શ્યામ પ્રસાદજીની ધરતી ઉપર ભાજપના વિજયર રથ ઉભો નહી રહે. (પ-ર૬)

(3:36 pm IST)