Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

દેશમાં વરસાદ અને પૂર પ્રકોપને કારણે અત્યાર સુધીમાં 718 લોકોના મોત

યુપીમાં 171 લોકો અને પશ્ચિમ બંગાળમાં 170,કેરળમાં 178 અને મહારાષ્ટ્રમા 139 લોકોના મોત

નવી દિલ્હી :દેશના ઘણાં રાજ્યોમાં વરસાદ અને પૂર પ્રકોપને કારણે અત્યાર સુધીમાં 718 લોકોના મોત નીપજ્યા છે.પૂરને કારણે સૌથી વધુ નુકસાન યુપી, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર-પૂર્વના રાજ્ય આસામ અને નગાલેન્ડમાં થયું છે.

  કેરળમાં ગત પચાસ વર્ષમાં પહેલીવાર આટલો ભારે વરસાદ નોંધાયો છે અને કેરળના 58માંથી 24 બંધોના દરવાજા ખોલવાની ફરજ પડી છે. વરસાદ અને પૂરને કારણે યુપીમાં અત્યાર સુધીમાં 171 લોકોના મોત નીપજ્યા છે. ગત ચોવીસ કલાકમાં યુપીમાં છ લોકોના મોત થયા છે. યુપીના બસ્તી જિલ્લાના ગામડાં પાણીમાં ઘેરાયેલા છે.

  એનઈઆરસીનું કહેવાનું છે કે યુપીમાં 171, પશ્ચિમ બંગાળમાં 170, કેરળમાં 178 અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 139 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે વરસાદ અને પૂરને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 52, આસામમાં 44 અને નગાલેન્ડમાં આઠ લોકોના મોત નીપજ્યા છે.

  વરસાદને કારણે ગાયબ થયેલા 26માંથી 21 લોકો કેરળના અને પાંચ લોકો પશ્ચિમ બંગાળના છે. વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 244 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આસામમાં 11 લાખ 45 હજાર લોકો વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે. દેશભરની 27 હજાર 552 હેક્ટર જમીનમાં પાકને પણ ભારે વરસાદથી નુકસાન થયું છે.

(1:28 pm IST)