Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વોશિંગ્ટનના સી-ટેક ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્યૂ-400 વિમાનની ચોરી

થોડાક સમયગાળામાં જ આ વિમાન કેન્ટ્રોન આઈલેન્ડ પર ક્રેશ થઈ ગયું

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના સી-ટેક ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અલાસ્કા એરલાઈન્સના કર્મચારીએ શુક્રવારે રાત્રે લગભગ સવા આઠ વાગ્યે કંપનીના એક વિમાનની ચોરી કરી હતી.   

    એરલાઈન્સના દાવા મુજબ, પ્લેનમાં કોઈ પ્રવાસી ન હતા. થોડાક સમયગાળામાં જ આ વિમાન કેન્ટ્રોન આઈલેન્ડ પર ક્રેશ થઈ ગયું હતું. એરલાઈન્સ પ્રમાણે પર્સી કાઉન્ટીએ હોરિજોન એર ક્યૂ-400 વિમાનની ચોરી કરી હતી.

  એવું માનવામાં આવે છે કે આ ઘટનાને તેણે એકલાએ આ ઘટનાને પાર પાડી હતી. ઘટના બાદ એરપોર્ટ પર ઉડ્ડયનો રોકી દેવામાં આવી હતી. પરંતુ સ્થિતિ સામાન્ય છે. એરપોર્ટ મેનેજમેન્ટે કહ્યું છે કે આ આતંકવાદી ઘટના નથી

(1:17 pm IST)