Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને અમેરિકાના સુરક્ષા સહકારમાંથી સસ્પેન્ડ કર્યું

પાક. સેના અધિકારીઓને આપવામાં આવનાર તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઘટાડો

અમેરિકન સરકારે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ જઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાની ટ્રમ્પ સરકારે આ વર્ષે પાકિસ્તાનને અમેરિકાના સુરક્ષા સહકારમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે તેના માટે જરૂરી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.

  એક અહેવાલ મુજબ ટ્રમ્પ સરકાર પાક. સેના અધિકારીઓને આપવામાં આવનાર તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે.
   અત્રે ઉલ્લેખનીય છયે કે ભારતે સતત પાક. જમીનનો આતંકવાદીઓ દ્વારા થતાં ઉપયોગનો મુદ્દો આતંરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવ્યો છે. જેની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત તરફથી કરવામાં આવી રહેલા દબાણની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.
   અમેરિકાના અધિકારીઓએ આ મામલે કહ્યું કે, અમેરિકા અને પાકિસ્તાન બંને દેશો લાંબા સમયથી દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર કામ કરી રહ્યું હતું, પણ છેલ્લા થોડા સમયથી તેમા નકારાત્મક તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે પેન્ટાગોન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે બંને સૈન્ય અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

 

(12:09 pm IST)