Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

આયકર વિભાગે પાછલા બારણેથી રિટર્ન ફાઇલીંગના ઇ-વર્ઝનમાં ફેરફારો કરી નાખ્યા

કરદાતાઓ હેરાન-પરેશાનઃ પ્રોફેશ્નલો ધંધે લાગ્યાઃ ૧લી ઓગસ્ટ અને ૯મી ઓગસ્ટે ITR-૧ અને ITR-રમાં ફેરફારો કરી દેવાયા

નવી દિલ્હી તા. ૧૧ :.. હાલમાં જ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાનો પ્રયાસ કરનારા પગારદાર કરદાતાઓને ઇલેકટ્રોનિક વર્ઝનમાં કેટલાક વધુ ફેરફારો જોવા મળ્યા છે. ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખમાં હવે ૩ માસનો સમય બચ્યો છે અને એવામાં વારંવાર થઇ રહેલા ફેરફારોથી મુશ્કેલી ઉભી થઇ રહી છે.

આ ફેરફારોને કારણે ફરીવાર ડેટા એન્ટર કરવો પડે છે કે છેલ્લી ઘડીએ વધુ માહિતી ભંગી કરવી પડી રહી છે. કેટલાક કેસમાં તો કરદાતાએ પોતાના સીએ પાસે નવુ સ્પષ્ટીકરણ માંગવુ પડે છે.

સરકારે પગારદારો માટે અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ કરી છે આ લોકો દ્વારા ઉપયોગમાં લેવાના આઇટીઆર-૧ અને આઇટીઆર-ર ના ઇલેકટ્રોનિક વર્ઝનને ૧ લી ઓગસ્ટ અને ૯ મી ઓગસ્ટે ફેરવી નાખવામાં આવ્યા છે.

નવા ફેરફારોમાં 'અન્ય સ્ત્રોતોથી આવક' હેઠળ ટેક્ષેબલ ઇન્કમ સંબંધમાં વધારાની માહિતી માંગવામાં આવી રહી છે. કરદાતાને બેંક બચત ખાતાનું વ્યાજ, ટર્મ ડીપોઝીટ, ઇન્કમ ટેક્ષ રીફન્ડ પર વ્યાજ અને બીજા વ્યાજને અલગ અલગ બતાડવા જણાવવામાં આવી રહ્યુંછે.

કોર્પોરેટર જગત માટેના આઇટીઆર-૭ સહિત બધા આઇટીઆર ફોર્મમાં ઘણા ફેરફારો કરાયા છે.

સીએનું કહેવું છે કે આઇટી વિભાગ છૂપી રીતે ફેરફારો કરી નાખે છે નોટીફાઇડ ફોમૃને બદલાવી શકાતુ નથી પણ ઇલેકટ્રોનિક વર્જનમાં બદલાવ કરી દેવાય છે. મોટાભાગના કેસમાં ઇ-ફાઇલીંગ જરૂરી છે. તેથી કરદાતા અને તેમના પ્રોફેશ્નલને અંતિમ સમયે ફેરફાર કરવા પડે છે. જે યોગ્ય નથી. અગાઉ જેમણે રિર્ટન ફાઇલ કર્યા છે તેમની પાસે આવી વિગતો નથી મંગાઇ જયારે હવે માંગવામાં આવી રહી છે. કરદાતાને બેંક ખાતાના વ્યાજની માહિતી મળી  જતી હોય છે પણ ઘણા લોકો આઇટી રીફન્ડ પર વ્યાજની માહિતી નથી. આપતા અત્યાર સુધી તેને સ્પર્શ નહોતો થતો આઇટી રીફન્ડ પર વ્યાજ કરપાત્ર છે ઘણા કરદાતા હવે પ્રોફેશ્નલ્સ પાસે સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે. બદલાવ થતાં સોફટવેરમાં પણ ફેરફાર કરવા પડે છે. જે સમય માંગી લ્યે છે. (પ-૧ર)

(11:33 am IST)