Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યકિતના પરિજનોને મળ્યું ૧.૨૨ કરોડનું વળતર

મોટર એકસીડેન્ટ કલેમ ટ્રાઇબ્યુનલે ૨૦૧૪માં થયેલા અકસમાતમાં આપ્યો આદેશ

નવી દિલ્હીઃ તા.૧૧: મોટર એકસીડેંટ કલેમ ટ્રીબ્યુનલે ૨૦૧૪ના હરિયાણામાં માર્ગ દુર્દ્યટનામા માર્યા ગયેલા એક વેપારીના પરિજનને ૧.૨૨ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટીના પ્રિજાઈડિંગ ઓફિસર અમિત બંસલે એકસીડેન્ટ માટે જવાબદાર ગાડીનું ઇન્સ્યોરન્સ કવર કરતી કંપની ઇફ્કો-ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને નિર્દેશ આપ્યો છે કે તે મૃત્યુ પામેલા પરિવારજનોને ૧,૨૨,૪૪,૩૭૪ રૂપિયાની ચુકવણી કરે.તેમાં ૮૯,૦૫,૫૦૦ રૂપિયાનું વળતર અને ૩૩,૩૯,૩૭૪ રૂપિયા વ્યાજના છે.

 ટ્રાઈબ્યુનલે દિલ્હી નિવાસી રાજેશ જેનના પરિવારને વળતર આપવાનો આદેશ આપ્યો હતો.જેન ૫ જાન્યુઆરી ૨૦૧૪દ્ગક્ન રોજ તેમની ફેકટરીથી પાછા ફરતા સમયે એકસીડેન્ટ થયુ.જેનની પત્નીની ફરિયાદ મુજબ,હરિયાણાના સમાલખામાં એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી દીધી.

ટ્રીબ્યુનલે કહ્યું કે બન્ને પક્ષોની દલીલો અને રેકોર્ડ પર રાખેલા પુરાવાને ધ્યાનમાં રાખીને સાબિત થાય છે કે લાપરવાહીથી ટ્રક ચલાવી રહેલા ડ્રાઈવરના કારણે એકસીડેન્ટ થયુ.મૃતકના પરિવારમાં તેની પત્ની,બે પુત્રો અને તેના પેરેન્ટ્સ છે.આરોપી ટ્રક ડ્રાઇવરની પાસે ડ્રાઇવિંગ લાઇસેંસ હોવાના તથ્ય પર વિચાર કરીને એમએસીટીએ વીમોં ચૂકવવાનો આદેશ આપ્યો.(૨૨.૫)

 

(11:38 am IST)