Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પાણીની બોટલનો ભાવ રૂ. ૨૦ નક્કી કરવા માગ

નવી દિલ્હી તા. ૧૧ : આઈએનએલડીના સભ્ય દુષ્યંત ચૌટાલાએ લોકસભામાં પીવાનાં પાણીની પેકડ બોટલના ભાવ રૂ. ૨૦ નક્કી કરવા માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીવાના પાણીની પેકડ બોટલ ૧૦૦ રૂ.ની ભારે કિંમતે વેચાય છે. વિતરકો પીવાના પાણીની મનફાવે એટલી કિંમત મેળવતા હોવા તરફ તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું. ચૌટાલાએ દૂધના ભાવ પણ પ્રતિ લિટર ૪૦ રૂ. ફિકસ કરવા માગણી કરી હતી. તેમણે વધુમાં શ્રેતક્રાંતિ અંગે સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા અનુરોધ કર્યો હતો.

ટીઆરએસના જીતેન્દ્ર રેડીએ ઈપીએસ-૯૫ પેન્શનર્સની ૭૫૦૦ પેન્શન ઉપરાંત ડીયરએલાઉન્સ અને આરોગ્ય સેવાની માગણી ઉપર ધ્યાન આપવા અપીલ કરી હતી.ભાજપના અજય મિશ્રાએ ખાદ્યપદાર્થો માટે પ્લાસ્ટિક વાપરવા સામે પ્રતિબંધ મૂકવાની તથા પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ શરૂ કરવા દરખાસ્ત રજૂ કરી હતી. અનુપમ હઝારે (તૃણમૂલ કોંગેસ)એ વિશ્વ ભારતી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. (૨૧.૪)

 

(10:28 am IST)