Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ડાન્સબાર કેસ : સમયની સાથે અશ્લિલતાની પરિભાષા પણ બદલાઇ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછયું છે કે ડાન્સ બારના સંચાલનની મંજૂરી કેમ આપી નહી અને કહ્યું કે રાજ્યમાં સંપૂર્ણપણે નૈતિકતાની ઠેકેદારી ચાલી રહી છે

મુંબઇ તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે મહાષ્ટ્ર સરકારને પૂછ્યું છે કે ડાંસ બારના સંચાલનની મંજૂરી કેમ આપી નહીં અને કહ્યું કે રાજયમાં સંપૂર્ણ પણે નૈતિકતાની ઠેકેદારી ચાલી રહી છે, કોર્ટે ડાંસ બારમાં લાઇસેન્સ નહીં આપવા માટે રાજય સરકારને કેટલાક સવાલો કર્યા હતા, સાથે જ કહ્યું કે સમય બદલવાની સાથે અશ્લિલતાની પરિભાષા પણ બદલાઇ છે.

ન્યાયમૂર્તિ એ કે સીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેંચે કહ્યું કે હવે કાયદો અને સમાજે પણ લિવ ઇન જેવા સંબંધોને માન્યતા આપી દીધી છે, જયારે આ પહેલા સ્વીકાર્ય ન હતું. રાજય સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે તેણે કોર્ટના અનેક આદેશો બાદ પણ ડાંસ બાર સંચાલન માટે એકપણ લાઇસેંસ આપ્યું નથી.

સીકરી બેંચે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે રાજયમાં સંપૂર્ણ રીતે નૈતિકતાની ઠેકેદારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ અધિવકતા શેખર નફાડે અને અધિવકતા નિશાંત આર કટનેશ્વરકારે કહ્યું કે ડાંસ બારલના લાઇસેંસ માગનારા તમામ ૮૧ અરજીને ફાયર એન્ડ સેફટી વિભાગ તરફથી મંજૂરી મળી ન હતી. હોટેલ અને રેસ્ટોરન્ટ માલિક, બાર ગર્લ્સ અને અન્યને વિવિધ ફરિયાદ કરી મહારાષ્ટ્રમાં હોટેલ, રેસ્ટોરન્ટ, બાર રૂમમાં અશ્લિલ ડાંસ અને મહિલાઓની ગરીમા સંરક્ષણ કાયદો ૨૦૧૬ને પડકાર ફેકયો છે.(૨૧.૫)

(10:24 am IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST