Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

દસ વર્ષમાં નિફટી - ૧૦૦માં ૨૦,૦૦૦% સુધીનું રિટર્ન

બેન્ચમાર્કમાં સૌથી ઊંચુ રિટર્ન દર્શાવનાર શેરબજાજ ફાઇનાન્સનો : તેણે ૧૦ વર્ષના ગાળામાં ૧૯,૭૨૫ ટકાનો સુધારો દર્શાવ્યો

અમદાવાદ તા. ૧૧ : સેન્સેકસ અને નિફટી તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યા છે. ગુરુવારે સેન્સેકસે ૩૮,૦૦૦નું સીમાચિહ્રન પાર કર્યું હતું. નિફટી પણ નવી ટોચ પર બંધ રહ્યો હતો. ભારતીય બેન્ચમાકર્સ તેમના ૨૦૦૮ના તળિયાના સ્તરેથી લગભગ ૫૦૦ ટકાનો સુધારો દર્શાવી રહ્યા છે. છેલ્લાં ૧૦ વર્ષની આ સફર દરમિયાન તેમણે એકાદ નોંધપાત્ર કરેકશનને બાદ કરતાં સતત સુધારો દર્શાવ્યો છે.

જેમાં કેટલાંક કાઉન્ટર્સે બેન્ચમાકર્સને મોટા માર્જિનથી પાછળ પણ રાખ્યો છે. જયારે કેટલાક ૧૦ વર્ષ દરમિયાન રિટર્ન આપવામાં સદંતર નિષ્ફળ પણ રહ્યા છે. નિફટી-૧૦૦ની વાત કરીએ તો તેના ઘટકે સર્વોચ્ચ રિટર્નમાં૧૯,૭૨૮ ટકાનો સુધારો નોંધાવ્યો છે. જયારે સૌથી ખરાબ દેખાવ દર્શાવનાર ૭૦ ટકાનું નેગેટિવ રિટર્ન સૂચવે છે.

નિફટી-૧૦૦માં ટોચનું રિટર્ન દર્શાવનાર મલ્ટિબેગર કાઉન્ટર્સમાં એનબીએફસી, ખાનગી બેંકિંગ, સિમેન્ટ, એફએમસીજી, ફાર્મા અને ઓટો એન્સિલરી ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. બેન્ચમાર્કમાં સૌથી ઊંચું રિટર્ન દર્શાવનાર શેર બજાજ ફાઇનાન્સનો છે. તેણે ૧૦ વર્ષના ગાળામાં ૧૯,૭૨૮ ટકાનો સુધારો દર્શાવ્યો છે.

જયારે અન્ય આવાં કાઉન્ટર્સમાં આઇશર મોટર (૯,૫૬૮ ટકા), ઇન્ડસઇન્ડ બેંક (૨,૮૯૮ ટકા), શ્રી સિમેન્ટ (૨,૪૭૦ ટકા), બ્રિટાનિયા (૨,૧૯૦ ટકા), એમઆરએફ (૨,૦૯૩ ટકા), ઓરોબિંદો ફાર્મા (૧,૮૭૪ ટકા), ગોદરેજ કન્ઝયુમર (૧,૮૨૬ ટકા) અને મધરસન સુમી (૧,૮૨૨ ટકા)નો સમાવેશ થાય છે. આમાંની મોટા ભાગની કંપનીઓના શેર્સ હાલમાં તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યા છે.

આ કાઉન્ટર્સમાંના મોટા ભાગનાએ છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન કોઈ મોટાં કરેકશન દર્શાવ્યાં નથી. હેવેલ્સ જેવા કાઉન્ટરે ગુરુવારે જ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. છેલ્લાં કેટલાંક સત્રોમાં શેરના ભાવમાં ૧૫ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આમ ઊંચા ભાવે પણ આ કાઉન્ટર્સ નવી ટોચ દર્શાવી રહ્યા છે.

ઇન્ડસઇન્ડ બેંકનો શેર પણ ખાનગી બેંકિંગમાં મોંઘા ગણાતો હોવા છતાં સતત સારાં પરિણામો પાછળ નવી ટોચ દર્શાવવાનો ક્રમ સતત જાળવી રહ્યો છે. જે રીતે કેટલાક ખાનગી મેનેજમેન્ટ ધરાવતા નિફટી-૧૦૦ કંપનીઓના શેર્સ અસાધારણ રિટર્ન દર્શાવી રહ્યા છે ત્યારે આનાથી ઊલટું વિપરીત દેખાવ કરનારા શેર્સમાં મોટા ભાગના જાહેર ક્ષેત્રના શેર્સનો સમાવેશ થાય છે. જેમાં મેટલથી લઈને હાઈડ્રો-કાર્બન ક્ષેત્રના પીએસયુ સમાવિષ્ટ છે.

જેમ કે એનએમડીસીનો શેર તેના ૨૦૦૮ના ટોચના સ્તરની સરખામણીમાં આજે પણ ૬૯ ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આવાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં ભેલ (૬૯ ટકા), DLF (૬૪ ટકા), સેઇલ(૪૬ ટકા), આઈડિયા(૩૮ ટકા), PNB(૧૮ ટકા), ભારતી એરટેલ(૧૫ ટકા), એનટીપીસી (૧૩ ટકા), ટાટા સ્ટીલ (૬ ટકા) અને ઓએનજીસી (૬ ટકા)નો સમાવેશ થાય છે. ડીએલએફ અને ભારતી એરટેલ અને આઇડિયાને બાદ કરતાં મોટા ભાગનાં કાઉન્ટર્સ પીએસયુ છે.(૨૧.૫)

(10:25 am IST)
  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST