News of Friday, 10th August 2018

સમાન અનામત બિલ મામલે સરકાર કફોડી સ્થિતિમાં મુકાયું :ભાંગી પડ્યો પ્રસ્તાવ:વોટિંગ કરાવતા નાલેશી

 

નવી દિલ્હી :ચોમાસુ સ્તરના અંતિમ દિવસે સપા સાંસદ વિશ્વમ્ભર પ્રસાદ નિષાદની તરફથી લવાયેલા સમગ્ર દેશમાં અનમાત વ્યવસ્થા લાગુ કરવા સાથે જોડાયેલ એક પ્રાઇવેટ મેંબર પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા જેમાં સરકાર કફોડી સ્થિતિમાં મુકાયું હતું

  અહીં રસપ્રદ વાત એ રહી કે આ પ્રસ્તાવ પર નવનિર્વાચિત ઉપસભાપતિ હરિવંશે વોટિંગ કરાવી દીધું, જેમાં સદનની અંદર સરકારને નીચા જોણું થયું હતું. વોટિંગના આ પ્રસ્તાવ અંગે 98 સભ્યોએ વોટ કર્યું જેમાં સમર્થનમાં 32 વધારે વિરોધમાં 66 મત પડ્યા હતા. પ્રસ્તાવ પડી ભાંગ્યો પરંતુ સદનમા સરકારની વિરુદ્ધ વિપક્ષી દળોએ દલિત વિરોધી હોવાની નારેબાજી કરી.હતી 

 અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પ્રાઇવેટ મેંબર પ્રસ્તાવ પર વોટિંગ નહોતી કરાવી, પરંતુ નવા ઉપસભાપતિ હરિવંશે આ અંગે વોટિંગ કરાવી દીધું. 

  આ પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ સદનમાં મોદી સરકારની વિરુદ્ધ દલિત વિરોધી હોવાના નારા લગાવાયા. વિપક્ષી સાંસદોની  નારેબાજીને જોતા ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને એટલે સુધી કહેવું પડ્યું કે આ નારેબાજી કરવા માટેનું સ્થળ નથી. અહીં ચર્ચા થાય છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને સામાજિક અધિકારીતા મંત્રી થાવર ચંદ ગહલોતે પણ વોટિંગ કરાવવા મુદ્દે આસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. 

(12:39 am IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST