News of Friday, 10th August 2018

ભગાડી લગ્ન કરનાર યુવકે બેંકમાં યુવતીના નામે જમા કરવા પડશે રૂપિયા :હાઇકોર્ટનો દિશા નિર્દેશ

પંજાબ-હરિયાણામાં દરરોજ 20થી 30 જોડીઓ ભાગીને કરે છે લગ્ન ;ઘણા પોલીસ સુરક્ષા માટે કોર્ટ પહોંચે છે

 

ચંદીગઢ :પંજાબ-હરિયાણામાં ભાગી જઈને લગ્ન કરનાર માટે હાઇકોર્ટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે જેમાં જો કોઈ યુવક કોઈ યુવતીને ઘરેથી ભગાડીને લગ્ન કરે તો યુવકે તે યુવતીના નામે બેન્કમાં 50 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધી જમા કરાવવા પડશે. ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે પોલીસ સુરક્ષા માંગનાર જોડીને હાઈકોર્ટે કહ્યું હતું કે યુવક પહેલા યુવતીના બેન્ક ખાતામાં એક નિર્ધારિત રકમ જમા કરાવે.

   હાઇકોર્ટનો આ દિશા નિર્દેશ એવી જોડીઓના સંદર્ભમાં આવ્યો છે જે ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે પોલીસ સુરક્ષાની માંગણી કરે છે. ન્યાયધીશ પીબી બજંથરીએ 27 જુલાઈ 2018થી અત્યાર સુધી ચાર એવા દિેશા નિર્દેશ જારી કર્યા છે જેમાં યુવકને યુવતીના બેન્ક ખાતામાં રકમ જમા કરાવવા માટે કહ્યું છે.

    પંજાબ અને હરિયાણામાં દરરોજ એવરેજ 20થી 30 જોડીઓ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરે છે. જેમાં ઘણી જોડીઓ પોલીસની સુરક્ષા મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવે છે આવા મામલોમાં જોડીઓને પરિવાર તરફથી જીવનું જોખમ હોવાનો દાવો કરીને પોલીસની માંગણી કરે છે.
   પહેલા હાઇકોર્ટ સુરક્ષાની દાવાની તપાસ કરી કોઈ નિર્ણય સંભળાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી હાઇકોર્ટે દિશા નિર્દેશ આપીને યુવતીના નામે 50 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ એક મહિનાની અંદર ત્રણ વર્ષના સમયગાળા માટે જમા કરાવવી પડશે.

(12:08 am IST)
  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST