Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સિંગાપોરમાં ભારતીય મૂળના વકીલને ૧૬૦૦ ડોલરનો દંડઃ ૧ વર્ષ માટે ડ્ર઼ાઇવીંગ કરવા ઉપર પ્રતિબંધઃ નશો કરેલી હાલતમાં ડ્રાઇવીંગ કરવા બદલ કોર્ટનો હુકમ

સિંગાપોરમાં એટર્ની જનરલ ઓફિસના લોયર ભારતીય મૂળના જયેન્‍દ્રન જયપાલને નશો કરી ડ્રાઇવીંગ કરવાના આરોપસર ૧૬૦૦ સિંગાપોર ડોલરનો દંડ કરાયો છે. તથા એક વષ માટે ડ્રાઇવીંગ પર પ્રતિબંધ મુકાો છે.

જયપાલને ૧૧ ફબ્રુ. ર૦૧૮ ના રોજ ટ્રાફિક પોલીસએ રોકી કેસ કર્યો હતો જે અંતર્ગત તેણે ગુનાની કબૂલાત કરી લઇ હળવી શિક્ષા કરવા વિનંતી કરી હતી જેના અનુસંધાને તેને ઉપર મુજબ દંડ તથા શિક્ષા કરાયા હતા તેવું સમાચાર સુ્‌ત્રો દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)