Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝીટીવ આવતા એક્ટ્રેસ રેખાનાં 'સી સ્પ્રિંગ' બંગલાને સીલ કરાયો

રેખાના ઘરની બહાર BMC ની નોટિસ લગાડાઇ: રેખા એકદમ સ્વસ્થ

મુંબઈ : અભિનેત્રી રેખાનાં સિક્યૂરિટી ગાર્ડને કોરોના પૉઝિટીવ આવ્યો છે અને તેમનો બંગલો સીલ કરાયો છે. રેખાના ઘરની બહાર BMC ની નોટિસ લગાડાઇ હતી. બીએમસીના નિયમો મુજબ, કોરોના પોઝિટિવ દર્દી ઘરમાં મળે તે પછી જ આવી નોટિસ લગાડવામાં આવે છે. રેખાના બંગલાની બહારની સૂચના જોઇને અભિનેત્રીના બધા ચાહકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

જોકે રેખા એકદમ સલામત છે. રેખાના બંગલાનો એક સિક્યુરિટી ગાર્ડ કોરોના પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આ નોટિસ તેના બંગલાની બહાર મુકવામાં આવી છે.

રેખા બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં 'સી સ્પ્રિંગ' બંગલામાં રહે છે. તેના બંગલાની બહાર હંમેશાં બે સુરક્ષાકર્મીઓ રાખવામાં આવે છે. જેમાંથી એક કોરોનાની લપેટમાં આવી ગયો છે હાલમાં સુરક્ષા કર્મચારીઓની સારવાર બાન્દ્રાના બીકેસીમાં કોવિડ ફેસિલીટમાં કરવામાં આવી રહી છે. બીએમસીના નિયમ મુજબ સુરક્ષા કર્મચારીઓ સકારાત્મક હોવાની ખાતરી બાદ બંગલાની બહાર નોટિસ મુકવામાં આવી છે.

(12:18 am IST)