Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

પેંગોંગ લેક એરિયામાં ચીને અડધી જ જમીન ખાલી કરી

ચાઈના હજુ એપ્રિલ પહેલાંની પોઝિશન પર ગયું નથી : ફિંગર ફોર એરિયાના પૂર્વમાં ચાઈનીઝ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ દસ કિલોમીટરની જેટ્ટીએ હજુ પણ દેખાઈ રહ્યું છે

નવી દિલ્હી, તા. ૧૧ : નવી હાઈ રેઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજીસ પરથી એવું જાણવા મળ્યુંછે કે ચીની સૈનિકોએ હજુ સુધી લદ્દાખના પેંગોંગ લેક એરિયામાંથી પોતાનાં સૈનિકોને સંપૂર્ણપણે ખસેડ્યાં નથી. ફિંગર ફોર તરીકે જાણીતા એરિયાં હજુય ચીની સૈનિકોની ગતિવિધિ જોવા મફ્રી રહી છે. અગાઉની સેટેલાઈટ તસવીરોમાં એરિયામાં ચીની સૈનિકો દ્વારા બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. હજુ પણ એરિયામાં ટેન્ટ અને શેડ એમના એમ છે. ભારત અને ચીન વચ્ચે   એરિયામાંથી પોતપોતના સૈનિકો પાછા ખેંચવા માટે સમાધાન થયું હતું પણ ચીને હજુ સુધી તેનું સન્માન કર્યું નથી. ચીની સૈનિકો એપ્રિલ પહેલાંની સ્થિતિએ પહોંચવા માગતા નથી. એપ્રિલ મહિનામાં અહીં ચીની સૈનિકોએ ઘુસપેઠ કરી હતી અને અડિંગો જમાવ્યો હતો.

            ફિંગર ફોર એરિયાના પૂર્વમાં ચાઈનીઝ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ દસ કિલોમીટરની જેટ્ટીએ હજુ પણ દેખાઈ રહ્યું છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે આવેલા ઐતિહાસિક ફોર્ટ ખુરનાકન સાઈટ પર પૂર્વમાં ૧૧ કિમીના અંતરે હજુ પણ ચાઈનીઝ ક્રાફ્ટ સેટેલાઈટ ઈમેજીસમાં દેખાય રહ્યું છે. અહીં સેટેલાઈટ ઈમેજીસમાં દેખાય છે તે પ્રમાણે ૧૧ ચાઈનીઝ બટ અલગ અલગ બે ટાઈપં જોવા મફ્રી રહી છે. જેટ્ટીની પાસે ચીને એક મોટો નક્શો દોર્યો હોવાનું પણ ઈમેજીસમાં જોવા મફ્રી રહ્યું છે. ભારતે જે સરહદ પર પોતાનો દાવો કરેલો છે ત્યાં પણ ૧૧ ચાઈનીઝ ફાસ્ટ ઈન્ટરસેપ્ટર વ્હીકલ પડેલાં જોવા મફ્રી રહ્યાં છે. ઈલાકામાં આવેલા ખડકો પર ચીને એક મોટો નકશો દોર્યો છે જેમાં તેણે ભારતની ભૂમિને પોતાનામાં સમાવી લીધી છે.

             ચાઈનાના સૈનિકો એરિયા કે જેને ફિંગર તરીકે ઓફ્રખાવાય છે ત્યાં હજુ પણ હિલચાલ કરતા જોવા મફ્રી રહ્યા છે. પૂર્વીય લદ્દાખ એરિયામાં આઠ ફિંગર છે જે પેંગોંગ એરિયાં આવેલા વિસ્તારો દર્શાવે છે. ભારતના કહેવા પ્રમાણે એરિયામાં બંને દેશો વચ્ચેની સરહદો છે જ્યારે ચીનના દાવા પ્રમાણે પ્રમાણે પશ્ચિમ વિસ્તારમાંથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ શરૂ થાય છે. ભારત અને ચીન વચ્ચે ફિંગર ફોર નામના વિસ્તારથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ શરૂ થાય છે પણ ચીન ફિંગર ફોરથી અંદર ઘુસી આવ્યું છે. મે મહિનામાં વિસ્તારમાં ચીની સૈનિકો ઘુસી આવ્યા ત્યારે થયેલા ઘર્ષણમાં સંખ્યાબંધ ભારતીય સૈનિકો ઘવાયા હતા. ફિંગર એઈટ પર ભારત પેટ્રોલિંગ કરી શકે છે પણ ચીન ત્યાંથી હટવા માટે તૈયાર નથી.

(9:43 pm IST)