Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

યુએસમાં ત્રીજા દિવસે ૬૦ હજારથી વધારે કેસ નોંધાયા

ફ્રાન્સમાં મૃત્યુઆંક ૩૦ હજારને પાર : ૨ લાખ ૪૬ હજાર ૩૫૧ કેસ સાથે પાક સંક્રમિત દેશોની યાદીમાં ૧૨ નંબરે આવ્યું, ઈટાલીને પાછળ છોડી દીધું

ન્યૂયોર્ક, પેરિસ, તા. ૧૧ : વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં કરોડ ૨૬ લાખ ૪૬ હજાર કેસ નોંધાઈ યુક્યા છે. .૬૩ લાખ લોકોના મોત તયાં છે જ્યારે ૭૩.૮૧ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ચેપ ફરી ઝડપતી ફેલાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે ૬૦ હજારતી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં ૩૨ લાખ ૯૧ હજાર ૭૮૬ કેસ નોંધાયા છે. જેમાં લાખ ૩૬ હજાર ૬૭૧ લોકોના મોત તયાં છે. ૧૪.૬૧ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઘણા રાજ્યોએ લોકડાઉનમાં અપાયેલી છૂટો પરત ખેંચી છે. ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ લોકોના મોત તયાં છે, સાતે મૃત્યુઆંક ૩૦ હજારતી વધારે તયો છે. બ્રિટને શુક્રવારે ૭૫ દેશમાંતી લોકોને આવવા જવાની પરવાનગી આપી છે.

           જે દેશના લોકોને છૂટ અપાઈ છે તેઓએ ૧૪ દિવસ કોરેન્ટાઈન રહેવું પડશે નહીં. બ્રિટનમાં .૮૮ લાખ કેસ નોંધાયા છે અને ૪૪ હજાર ૬૫૦  લોકોના મોત તયાં છે. સંક્રમણની બાબતમાં પાકિસ્તાને ઈટાલીને પાછફ્ર છોડી દીધું છે લાખ ૪૬ હજાર ૩૫૧ કેસ સાતે પાકિસ્તાન સંક્રમિત દેશોની યાદીમાં ૧૨ નંબરે આવી ગયું છે. અહીં ,૧૨૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈટાલીમાં લાખ ૪૨ હજાર ૬૩૯ સંક્રમિતો છે અને ૩૪ હજાર ૯૩૮  લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્રાન્સમાં મહામારીના કારણે બેરોજગાર તયેલા લોકો માટે શરૂ તયેલી યોજનામાં છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે. અહીં સરકારે યોજના રેસ્ટોરાં, સ્કૂલ અને બિઝનેસ સેક્ટરમાં કામ કરનાર લોકો માટે શરૂ કરી હતી.

(9:42 pm IST)