Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અરુણાચલમાં છ, કાશ્મીરમાં બે ત્રાસવાદીઓને ઠાર મરાયા

દેશમાં ત્રાસવાદી સામેની ઝૂંબેશ જોરમાં : અરુણાચલ પ્રદેશમાં હાથ ધરાયેલા ઓપરેશનમાં એક જવાનને ઈજા, બંને જગ્યાથી મોટી માત્રામાં શસ્ત્રો પકડાયા

શ્રીનગર, ઇટાનગર, તા. ૧૧ : ભારતીય સુરક્ષાદળોએ શનિવારે એક સાથે જમ્મ્ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં એક મોટું ઓપરેશન હાથ ધરીને આઠ આતંકવાદીઓનો ખાત્મો કરી નાંખ્યો હતો. કાશ્મીરમાં સરહદેથી ભારતીય સીમામાં ઘુસી રહેલા બે આતંકીને ઠાર કરાયા હતા જ્યારે અરુણાચલમાં એનએસસીએન-આઈએમના ઉગ્રવાદીઓને એક્નાઉન્ટરમાં ખતમ કરી દેવાયા હતા. અરુણાચલ પ્રદેશમાં બાતમીને આધારે સર્ચ ઓપરેશન દરમિયાન બંને પક્ષો વચ્ચે સંઘર્ષ થયો હતો. સંઘર્ષમાં એક જવાન ઘાયલ થયો હતો. માર્યા ગયેલા બળવાખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. સુરક્ષાદળ દ્વારા ઓપરેશન વહેલી સવારે શરુ કરવામાં આવ્યુ હતું જે દરમિયાન આશરે .૩૦ કલાકે સંઘર્ષ શરુ થયો હતો. જપ્ત કરાયેલા હથિયારોમાં ચાર એકે ૪૭ રાઇફલ અને બે ચાઇનીઝ એમક્યુ હથિયારના સમાવેશ થાય છે. અરુણાચલના તિરપ જીલ્લામાં થયેલી અથડામણ બાદ સુરક્ષાદળ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યુ છે, માહિતી મુજબ વિસ્તારમાં અન્ય બળવાખોરો છુપાયા હોવાની માહિતી છે.

         જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સેનાએ નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર) પાસે ઘુસણખોરી કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા જતા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે શનિવારે સવારે, જવાનોને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સંદિગ્ધ પ્રવૃત્તિ જોવા મળી હતી. રાજેશ કાલિયાના જણાવ્યા અનુસાર જવાનોને તાત્કાલિક ધોરણ નિશાન લગાવીને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો જેમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. ઠાર કરાયયેલા આતંકવાદીઓ પાસેથી છદ્ભ-૪૭ રાયફલ અને યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

(9:37 pm IST)