Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દોઢ બે કલાક ઓનલાઇન શિક્ષણ અને ફી પુરે પુરી ભરવાની? : ૫૦ % રાહતની માંગ

ઉલ્ટાનો શાળા સંચાલકોને તો ખર્ચ ઘટી ગયો તો વાલીઓ ઉપર બોજ શા માટે?

ઉદયપુર તા. ૧૧ : કોરોના કાળમાં શાળા કોલેજો દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ તો કરી દેવાયુ છે. પરંતુ અભિભાવકોને આ શિક્ષણ મોંઘુ પડી રહ્યાની ફરીયાદો ઉઠી રહી છે.

સ્કુલ સંચાલકોને તો ઉલ્ટાનો ખર્ચ ઘટી રહ્યો છે. સામે વિદ્યાર્થી-વાલીઓને બે ચાર કલાક ઓનલાઇન શિક્ષણની પુરી ફી ચુકવવી મોંઘી પડી રહી છે. તેમનું કહેવુ છે કે શાળાઓમાં પ થી ૬ કલાક ભણાવવામાં આવતા ત્યારે પુરી ફી ભરવી યોગ્ય ગણાય. પરંતુ આ ઓનલાઇન શિક્ષણમાં તો માત્ર બે અઢી કલાક જ ભણાવવામાં આવે છે. છતાય પુરી ફી ભરવી ઘણી વધારે પડતી લાગે છે.

જો કે શરૂઆતના ત્રણ મહિના સરકારના નિર્દેશથી નિઃશુલ્ક શિક્ષણ અપાયુ. પરંતુ નવા સત્રની શરૂઆત સાથે જ શાળાઓએ પુરી ફી ઉઘરાવવાનું શરૂ કરી દેતા વાલીઓ માટે મોટી મુસીબત સર્જાઇ રહી છે.

રપ હજારથી લઇને દોઢ બે લાખ રૂપિયા સુધીની ફી વર્ષભરની થતી હોય છે. વળી અન્ય ગેઝેટસ ખરીદવાનો ખર્ચો તો જુદો.

આવી હાલતમાં સરકાર ૫૦% ફી ઘટાડો કરાવે તેવી માંગ ઉઠી રહી છે.

(3:17 pm IST)