Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઇસ્તંબુલના પ્રખ્યાત હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવાશે : તુર્કીની સુપ્રીમ કોર્ટનો ચુકાદો

532 ઇ.સ.માં થયું હતું હાગિયા સોફિયા મ્યુઝિયમનું નિર્માણ

તુર્કીની સુપ્રીમ કોર્ટે ઇસ્તંબુલના પ્રખ્યાત હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાનો ચુકાદો આપ્યો છે. આ વિશ્વ વિખ્યાત ઇમારત એક ચર્ચ તરીકે બનાવવામાં આવી હતી. જ્યારે આ શહેરને ઇસ્લામિક ઓટ્ટોમન સામ્રાજ્ય દ્વારા 1453 માં કબજે કરવામાં આવ્યું હતું, ત્યારે આ ઇમારતને તોડીને મસ્જિદમાં ફેરવી દેવામાં આવી હતી. તુર્કી ઇસ્લામિક અને રાષ્ટ્રવાદી જૂથો લાંબા સમયથી હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાની માંગ કરી રહ્યા છે. 

હાગિયા સોફિયા તુર્કીની ચૂંટણીમાં હંમેશાં સળગતો મુદ્દો રહ્યો છે. આ ઇમારતને મસ્જિદમાં પરિવર્તિત કરવાનું વચન આપીને વર્તમાન રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ એર્ડોગને ચૂંટણીમાં મત મેળવ્યા હતા.

થોડા દિવસો પહેલા તુર્કીના નાયબ વિદેશ પ્રધાન યાવુઝ સેલિમે કહ્યું હતું કે અમે દેશનાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશું. નરમપંથી ઇસ્લામી પક્ષો એકેપી સાથે સંકળાયેલા હાલના તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કમલ અતા તુર્કની કમાલવાદ વિચારધારાની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે,

  તુર્કીની રાજધાની ઇસ્તંબુલની આ વિશ્વ વિખ્યાત ઇમારત લગભગ 532 ઇ.સ.માં બાયઝેન્ટાઇન સામ્રાજ્યના શાસક જસ્ટિનિયન દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે આ શહેર કુસ્તુનતુનીયા અથવા કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાતું હતું. આ બાંધકામ 537 ઇ.સ.માં પૂર્ણ થયા પછી આ ઇમારતને ચર્ચ બનાવવામાં આવી હતી.

(11:43 am IST)