Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

'કાશ્મીરમાં બે મહિના સુધી બંધક બનાવી રોજ મારા પર બળાત્કાર થયો'

મને જબરદસ્તી મુસ્લિમ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતોઃ કેરમન ગ્રીનટ્રી : મહિલા સી સર્ફરના પુસ્તકથી ખળભળાટ

નવી દિલ્હી, તા.૧૧: કાશ્મીર અત્યારે કલમ ૩૭૦ની નાબુદી બાદ ભારતનો ભાગ બની ગયું છે. પરંતુ જયારે કાશ્મીર ભારતનો ભાગ નહોતું ત્યારે કાશ્મીરની ખીણમાં અનેક અપ્રકાશિત દ્યટનાઓ દ્યટી છે. જોકે, આ દ્યટનામાં એક એવી દ્યટના ઉમેરાઈ છે જેના કારણે દેશ શર્મશાર થયો છે. દરિયામાં સર્ફિંગ કરવા માટે સમગ્ર વિશ્વમાં જેનું નામ હતું તેવી ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ સી સર્ફર કેરમન ગ્રીનટ્રીના દાવાથી સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયો છે.

કેરમને દાવો કર્યો ચે કે વર્ષ ૨૦૦૪માં જયારે તે ભારતના પ્રવાસે આવી હતી ત્યારે એક બોટહાઉસના માલિકે કાશ્મીરમાં તેને બંધક બનાવી લીધી હતી અને સતત ૨ મહિના સુધી રોજ તેના પર પાશવી બળાત્કાર  ગુજાર્યો હતો. તે વ્યકિતએ તેનો ધર્મ પરિવર્તન કરી અને જબરદસ્તી ઇસ્લામ કબુલ કરાવવાનો દાવો પણ કર્યો છે. કેરમને જણાવ્યું કે ત્યારે તેની ઉંમર ફકત ૨૨ વર્ષની હતી.

ધ સનના અહેવાલ મુજબ કેરમને પોતાની એક ચોપડીમાં આ દ્યટનાનો ઉલ્લેખ કર્યો છે. તેના ઉલ્લેખ બાદ હાહાકાર મચી ગયો છે. અહેવાલ મુજબ તે વર્ષ ૨૦૦૪માં કાશ્મીર પ્રવાસે આવી હતી અને ત્યારે કાશ્મીર ગઈ હતી. હોટલના લોકોની સલાહ મુજબ તે હાઉસબોટમાં રોકાવા માટે ગઈ હતી જયાં તેની મુલાકાત બોટહાઉસના માલિક સાથે થઈ હતી. કેમરનના દાવા મુજબ તે બોટમાંથી રોકાણ કરી અને પરત હિમાચલના ધર્મશાળા જવા માટે બસ પકડવા જઈ રહી હતી ત્યારે બોટહાઉસના માલિકે તેને પકડી લીધી હતી અને તેને બંધક બનાવી અને લઈ ગયો હતો. તેને કેટલાય દિવસો સુધી બંધક બનાવી રાખી અને તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો.

૩૭ વર્ષની કેરમને પોતાના પુસ્તક 'અ ડેન્જરસ પરસુઇટ'માં લખ્યું છે કે મને એવું લાગ્યું કે હું કયારેય આ બોટમાંથી બહાર આવી નહીં સકું. એ વ્યકિત રોજ કેટલીય વાર મારો બળાત્કાર કરતો હતો. મેં ગણતરી છોડી દીધી હતી કે મારી સાથે કેટલી વાર બળાત્કાર થયો છે. મને તેના મિત્રોની વાતચીત સાંભળતા લાગ્યું કે એ લોકોએ બીજી પણ કેટલીક છોકરીઓને બંધક બનાવી હતી.

જયારે ગુજરાત પોલીસની ગોળીએ નામચીન ગુંડા લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર થયુંત્રણ સંતાનોની માતા આગળ દાવો માંડતા લખે છે કે ' એક દિવસ એ વ્યકિત અંગ્રેજીમાં લખેલું કુરાન લઈ આવ્યો અને મને જબરદસ્તી વાંચવા માટે કહ્યું. આ ઉપરાંત મને જબરદસ્તી પાંચ ટાઇમ નમાઝ પઢાવી. મને જબરદસ્તી હિજાબ પહેરવા માટે મજબૂર કરી. એક વાર મેં ભાગવાની કોશિષ કરી તો બોટને ભારતીય સેનાના જવાનોની તહેનાતીના એરિયામાં લગાડી દીધી. જેથી હું ભાગવાની કોશિષ કરું તો સેના મને આતંકવાદી સમજીને ઠાર મારે.'

કેરમન જણાવે છે એ વખતે મેં વતન વાપસીની આશા છોડી દીધી હતી. દરમિયાન એક મિત્રએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પરત ન આવવા પર તેમણે ઓસ્ટ્રેલિયન દૂતાવાસનો સંપર્ક કર્યો. લોકો મને શોધી રહ્યા હતા. તેવામાં મારા મિત્રએ મને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મેં તેમની પાસે પૈસા મંગાવવાના બહાને વાત વાતમાં મારા લોકેશનની જાણ કરી દીધી. ત્યારબાદ પોલીસે હાઉસબોટ પર રેડ કરી અને મને રેસ્કયૂ કરી.

કેરમનના મતે ત્યારબાદ એ વ્યકિતની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ પુરાવાના અભાવે તે ૬ મહિનામાં છુટી ગયો. દરમિયાન કેરમન ખૂબ ગભરાઈ ગઈ હતી અને ભારતમાં એક પણ દિવસ વિતાવવા ન માંગતી હોવાથી તેણે કોર્ટ કેસ લડવાનો ઇન્કાર કરી દીધો હતો.

(11:40 am IST)