Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સોનાના માસ્ક પછી હવે હાજર છે હીરાજડીત માસ્કઃ કિંમત ૧.૪૦ લાખ

૧,૪૦,૦૦૦ના ભાવે વેચાતા આ માસ્ક સુરતની એક જવેલરી શોપે ડિઝાઇન કર્યા છે અને તેઓ આ એ ગ્રાહકોને વેચવા માગે છે જેઓ લગ્નની સિઝનમાં પોતાનો ભપકો બરાબર રાખવા માંગે છેઃ હીરા જડીત માસ્કની અઢી લાખ સુધીને વેરાયટી મળે છે

મુંબઇ, તા.૧૧: WHOએ કોરોનાવાઇરસ સાથે જીવવું પડશે એવી જાહેરાત કરી પછી તો લોકો માસ્કને પોતાની જિંદગીની અનિવાર્યતા સમજી લીધી છે. લોકો માટે ફેસ માસ્ક હવે રોજ પહેરાતા કપડાંની માફક જરૂરી બની ગયા છે. આ સંજોગોમાં સર્જિકલ માસ્ક કે N95 માસ્કને બદલે આપણે જોયું કે લોકો અલગ અલગ પ્રકારનાં માસ્ક પહેરવાનું પસંદ કરે છે. પુનાના એક માણસે સોનાનું માસ્ક કરાવ્યું એ તો આપણે જોયું અને જો અહીં આવું થાય તો ડાયમંડ સિટી સુરત શાનું પાછળ પડે? સુરતમાં એક ડાયમંડનાં મર્ચન્ટે હીરા જડીત માસ્ત તૈયાર કરાવ્યા છે. એક લાખ ચાળીસ હજાર,જી હા, ૧,૪૦,૦૦૦ના ભાવે વેચાતા આ માસ્ક સુરતની એક જવેલરી શોપે ડિઝાઇન કર્યા છે અને તેઓ આ એ ગ્રાહકોને વેચવા માગે છે જેઓ લગ્નની સિઝનમાં પોતાનો ભપકો બરાબર રાખવા માંગે છે.ન્યુઝ એજન્સીનાં ટ્વિટ અનુસાર આ માસ્ક બહુ જ હેલ્પફુલ રહેશે એ પણ એવા લોકો માટે જે પોતાના વેડિંગ લૂકને સ્પેશ્લ બનાવવા માગે છે. આ માસ્કની કિંમતથી એક લાખથી માંડીને ચાર લાખ સુધીની છે. ટ્વિટર પર લોકોએ અનેક વાર આ વીડિયો શેર કર્યો તથા હીરા જડીત માસ્કની ચર્ચા કરી.

સુરત હીરા બજાર અને ટેકસ્ટાઇલ માર્કેટ માટે જાણીતું છે અને વિશ્વનાં નેવું ટકા રફ ડાયમંડનું કટિંગ સુરતમાં જ થાય છે.નાના પાયાના વ્યવસાયોને ટેકો આપવા લોકો આજકાલ પડખે ઉભા રહેવા તૈયાર થાય છે ત્યારે પિંપરી ચિંચવાડ પુનાના શંકર કુરાડેએ સોનાનું માસ્ક પહેર્યું. એ માસ્ક બે લાખ નેવ્યાંસી હજારનું છે.

સોનાની પાતળી પ્લેટમાંથી બનેલા આ માસ્કમાં શ્વાસ લેવા માટે કાણાં પણ છે. હવે આ બાકી હતું ત્યાં સુરતમાં હીરા જડીત માસ્ક મળવાની શરૂઆત થઇ ગઇ છે.

(11:38 am IST)