Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

નરેન્દ્રભાઇને ધમકી દેનાર પાકિસ્તાની ગાયિકાને હવે તેનો દેશ ગમતો નથી અને છોડી જવા માગે છે

મોદી ઉપર સાપ-મગરમચ્છથી હુમલાની વાતો ટવીટ કરી હતીઃ પાકિસ્તાનમાં ટ્રોલ થતા ફેરવી તોળ્યું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ગાયીકા રબી પીરજાદાએ મ્યુઝીક દુનિયાને ઘણુ વહેલું જ બાય બાય કરી દીધું હતું. હવે તે પાકિસ્તાનને છોડવાની વાત કરી રહી છે. સોશ્યલ મિડીયામાં એકટીવ રહેનારી રબી પીરજાદાએ ટ્વિટર ઉપર એક પોસ્ટ કરી છે જે બાદ તે વાતનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. રબીએ ભારત અને પાકિસ્તાનની તુલના કરતી એક પોસ્ટ લખી છે. તેણે એક ટ્વિટમાં લખ્યું છે કે, પાકિસ્તાન અને ભારતના લોકોમાં બહુમોટો તફાવત છે. ભારતીયો કયારેય મારી બુરાઈ કરતા નથી. તેનાથી આગળ ગાયક અદનાન સામીની વાત કરતા રબી પીરજાદાએ લખ્યું છે કે, લોકો તેનો અવાજ અને ટેલેન્ટના લાયક નથી. સાથે જ બોલી કે તે પણ એક દિવસ પાકિસ્તાન છોડી દેશે. રબી પીરજાદાએ ટ્વિટનો જવાબ દેતા ગાયક અદનાન સામીએ લખ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે તમારી હંમેશા રક્ષા કરે. તમે જયાં પણ રહો ત્યાં તદુરસ્ત રહો.

 રબીના આ ટ્વિટ બાદ યુઝર્સને દ્યણું દુઃખ થયું છે અને કેટલાક લોકોએ તો રબીને ખરીખોટી પણ સંભળાવી દીધી છે. જો કે તેનો રબી ઉપર ખાસ કોઈ અસર ના પડી. તેમણે આ પછી એક ટ્વિટ કર્યું જેમાં અદનાન સામીને કહ્યું કે, મે તમને હંમેશા ખોટા સમજયા અને તમારા ઉપર તે વાતોનો આરોપો લગાવ્યા કે જે કયારેય તમે કહી જ ન હતી. આજે જયારે મારી સાથે તે થયું ત્યારે મને સમજ પડી કે તમને કેવું લાગતું હશે. હું તમારી માફી માગુ છું, અદનાન ભાઈ.

 જો કે અદનનો જવાબ આવ્યાબાદ રબીએ પોતાના તમામ ટ્વિટ્સ ડિલીટ કર્યાં છે. જે લોકોએ પાકિસ્તાન છોડવા ઉપર રબીને ખરીખોટી સંભળાવી હતી, તેમને સફાઈ દેતા રબીએ એક પોસ્ટ લખી. ટ્વિટમાં પાકિસ્તાન મારી ઓળખ છે. મે કશું નેગેટિવ લખ્યું નથી અને સોશ્યલ મિડીયા અને સમાચારોમાં વાયરલ થઈ ગયું છે. મે તેને ડિલીટ કરી નાખ્યાં છે અને બીજીવખત કશુ પોસ્ટ કર્યું પણ તેનાથી કોઈ ફેર પડ્યો નહીં, શું આપણે બદલવા નથી માગતા ? પાકિસ્તાની આર્મી દુનિયાની બેસ્ટ આર્મી છે. હું પ્રાર્થના કરૂ છું.

 જો કે આ કોઈ પહેલો મામલો નથી. જયારે રબી આવી રીતે સમાચારોમાં આવી હોય. થોડા સમય પહેલા રબીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને લઈને કેટલીક આપતિજનક ટ્વિટ કર્યાં હતા. રબી પીરજાદાએ એક વિડીયો ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર સાપ અને મગરમચ્છથી હૂમલો કરવાની ધમકી આપી રહી છે. આ વિડીયો પોસ્ટ કર્યા બાદ રબી ટ્રોલ થઈ હતી.

(11:34 am IST)