Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

નેપાળની રાજનીતિમાં ચીની દખલગીરી નહિ અટકે તો નેપાળ બીજું ઉત્તર કોરિયા બની જશે

નેપાળના પક્ષમાંથી હકાલપટ્ટી થયેલ સાંસદ સરિતા ગિરિની સનસનીખેજ ચેતવણી

કાઠમંડુ:ભારત સાથેના નકશા વિવાદની બંધારણીયતા અને તેની પાછળના તર્ક પર સવાલ ઉભા કરનાર નેપાળના સાંસદ સરિતા ગિરીને તેમના જ પક્ષ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે અને સંસદમાં તેમનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.

  ગિરીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં નેપાળના રાજકારણમાં ચીનની દખલ અને નકશા વિવાદ વિશે ખુલીને વાત કરી હતી. 

  પક્ષમાંથી તેમની હટાવવા બાબતે ગિરીએ કહ્યું હતું કે, તેમનું સભ્યપદ સમાપ્ત કરવાનો નિર્ણય જે રીતે લેવામાં આવ્યો છે તે કાયદેસર રીતે ખોટું છે. નેપાળનો કાયદો કહે છે કે જો હું મારો પક્ષ છોડું તો મારુ સંસદ પદ જઇ શકે. જેમ પાર્ટી કહે છે અને વ્હીપને લગતી વાત છે, મેં તેની વિરુદ્ધ મત આપ્યો નથી. આ કાર્યવાહી તેમણે સવાલ ઉઠાવ્યા એટલે થઈ છે.  

  ગિરી કહે છે કે, જો ચીની નેપાળની રાજનીતિમાં ચીની દખલગીરી નહિ અટકે તો નેપાળ બીજું ઉત્તર કોરિયા બની જશે

(11:05 am IST)