Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દેશનાં અનેક રાજયોમાં 'મીની લોકડાઉન' જાહેર

કોરોનાને હરાવવા યુપી, બિહાર, મહારાષ્ટ્ર, પ.બંગાળ, તામિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ સહિતના રાજયોએ લીધા કડક પગલા : વિવિધ પ્રકારની 'તાળાબંધી' જાહેર કરીઃ સંક્રમણને રોકવા દેશ-દુનિયામાં લોકડાઉનના ૪ મોડેલનો સહારો

નવી દિલ્હી, તા.૧૧: ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે. મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. કેરળ સરકારે રવિવાર રાતથી તીરૂવન્તપુરમમાં પ્રતિબંધો લાગુ કરવા નિર્ણય લીધો છે સોમવાર સવારે ૬ થી લાગુ થશે જે ૧ સપ્તાહ ચાલશે. તામિલનાડુના મદુરાઇ અને આસપાસ ૧ સપ્તાહનું લોકડાઉન જારી થયું છે. પ.બંગાળ સરકારે રાજયના કન્ટેન્મેન્ટ ઝોનમાં આજે (( જેથી ૭ દિ' માટે લોકડાઉન જાહેર કર્યુ છે. રાજયમાં ૪૪૩ આવા ઝોન છે. ટ્રીપલ લોકડાઉન, સ્માર્ટ લોકડાઉન, સીમિત લોકડાઉન અને સંપૂર્ણ લોકડાઉન એમ ચાર પ્રકારથી કોરોનાને હરાવી શકાય છે.

દેશમાં કોરોનામાં સંક્રમણ હવે બેકાબૂ છે. દરરોજ ૨૦ હજારથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે. ઝડપથી ફેલાતા ચેપને રોકવા માટે, દ્યણા રાજયોએ ફરીથી લોકડાઉન લગાવી દીધું છે. તો કેટલાક રાજયોએ રાજયની સીમા પર તાળાબંધી કરવામાં આવી છે, તો કેટલાક શહેરોને તાળાબંધી કરવામાં આવી છે. ચાલો આપણે જાણીએ કે દેશમાં કયાં અને કયાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ઉત્ત્।ર પ્રદેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથની સરકારે ૧૦ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી રાજયમાં લોકડાઉન લગાવી દીધું છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર રાજયમાં તમામ કચેરીઓ અને તમામ શહેરી અને ગ્રામીણ, બજારો, ગલ્લા-દુકાન, વ્યાપારી મથકો બંધ રહેશે. આ સમયગાળામાં ફકત જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

બિહારની રાજધાની પટણામાં કોવિડ -૧૯ ના કેસોમાં અચાનક ઉછાળાને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ૧૦-૧૬ જુલાઇથી સંપૂર્ણ લોકડાઉન કરવાની દ્યોષણા કરી છે. આ સમયગાળા દરમિયાન, રાજયની રાજધાનીમાં તાળાબંધીના સમયગાળા દરમિયાન જરૂરી સેવાઓ સિવાય, બજારો, ઓફિસો અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્ત્િ।ઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આસામના ગોલાદ્યાટ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન

આસામ સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આઠ દિવસ સુધી ગોલાઘાટ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ૯ જુલાઈથી ૧૭ જુલાઇ સુધી પૂર્ણ લોકડાઉન ચાલુ રહેશે.

બંગાળના તમામ પ્રતિબંધિત વિસ્તારોમાં લોકડાઉન

કોરોના વાયરસ રોગચાળાને લીધે, ૯ જુલાઈના રોજ સાંજે ૫ વાગ્યાથી પશ્ચિમ બંગાળના તમામ પ્રતિબંધિત વિસ્તારોમાં સાત દિવસનો લોકડાઉન લાગુ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે ૯ જુલાઈના રોજ સાંજે ૫ વાગ્યાથી એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવામાં આવશે.

ઓડિશા સરકારે તમામ શહેરી વિસ્તારોમાં પાંચ બ્લોક હેડકવાર્ટર અને ગંજામમાં પાંચ દિવસ માટે સંપૂર્ણ રીતે તાળાબંધી કરી દીધા છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે ૯ થી ૧૩ જુલાઇ સુધી બરહમપુર પાલિકાની તમામ બ્લોક મુખ્યાલય અને તમામ એનએસી, હિંજેલેકટ પાલિકા ખાતે સ્ક્રીનીંગ અને અન્ય પગલા લેવામાં આવશે.

છેલ્લા એક અઠવાડિયામાં ખાસ કરીને મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓમાં કોરોના ચેપના નવા કેસોમાં વધારો થયો છે. પરિસ્થિતિ જોતા રાજય સરકારદર રવિવારે રાજયમાં શ્નપ્નફ્રાૃ લોકડાઉન' લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, મધ્ય પ્રદેશના હાટોડ શહેરમાં અનિશ્ચિત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે તમામ જિલ્લાઓમાં માસ્કિંગ અને શારીરિક અંતરનું સખ્તપણે પાલન કરવું જોઈએ.

ઝારખંડમાં પણ કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરમિયાન રાજયના બે જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાળાબંધી લાદી છે. રામગઢ કન્ટેનમેન્ટ ઝોન નજીકના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ રહેશે. કલમ ૧૪૪ ગુરુવાર ૯ જુલાઈથી ૧૬ જુલાઈ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. તે જ સમયે, હજારીબાગ જિલ્લા વહીવટ સદર પેટા વિભાગમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ૯ જુલાઇથી લાગુ કલમ ૧૪૪ ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, પૂણે અને જિલ્લાના અન્ય કેટલાક ભાગોમાં, પિંપરી ચિંચવાડ સહિત ૧૦ દિવસની લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ લોકડાઉન ૧૩ જુલાઇથી શરૂ થઈ રહ્યું છે. લોકડાઉન ૧૩ જુલાઇના મધ્યરાત્રિથી શરૂ થશે અને ૨૩ જુલાઇએ સમાપ્ત થશે. ગુરુવારે, જિલ્લામાં કોરોનાના ૧૮૦૩ નવા કેસ નોંધાયા છે.

કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. તે જ સમયે, કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રીપલ લોકડાઉન કરવાની તૈયારી છે.

કોરોના વાયરસનાં સતત વધી રહેલા પ્રકોપ વચ્ચે પુણેમાં એકવાર ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ચુકી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે પૂણેમાં ૧૩ જુલાઇથી ૨૩ જુલાઇ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન જરૂરી સામાન છોડીને અન્ય તમામ ગતિવિધિઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પૂણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોનાં પિપરી અને ચિંચવાડા વિસ્તારમાં લોકડાઉનના નિયમો લાગુ પડશે.

પૂણે તંત્રના અનુસાર આ દરમિયાન તમામ પ્રકારના પ્રાઇવેટ અને સરકારી ઓફીસો બંધ રહેશે. જીવન જરૂરી વસ્તુઓ સિવાય માર્કેટ અને અવર જવર પર પણ પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન માત્ર મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ, ડેરી પ્રોડકટ, શાકભાજીની દુકાનો સિવાયની અન્ય તમામ દુકાનો પણ બંધ રહેશે.

જિલ્લાધિકારી નવલ કિશોર રામે કહ્યું કે આ વાયરસની ચેનને તોડવા માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાણેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઠાણે નગર નિગમના ઇન્ચાર્જ કમિશ્નર ગણેશ દેશમુખે શહેરમાં ૧૯ જુલાઇ સુધી વધારવાનો આદેશ જાહેર કર્યો છે. શહેરમાં બે જુલાઇના રોજ દસ દિવસ માટે પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેના હેઠળ મોટાભાગની દુકાનો બંધ છે તથા જરૂરી વસ્તુઓ ઘરે જ પહોંચી જશે.

તમને જણાવી દઇએ કે ગુરૂવારે થાણેમાં કોવિડના કુલ ૧૨,૦૫૩ કેસ જયારે જિલ્લામાં ૪૮,૮૫૬ કેસ થઇ ગયા છે. બીજી તરફ નાંદેડ જિલ્લામાં ૧૨ જુલાઇથી ૨૦ જુલાઇ સુધી લાગૂ રહેશે. જિલ્લા વહિવટીતંત્રના દિશાનિર્દેશોના અનુસાર કર્ફ્યૂ દરમિયાન દવાની દુકાનો અને સરકારી કાર્યાલય સામાન્ય રેતે ખુલ્લા રહેશે જયારે રાશનની દુકાનો, શાકભાજીની દુકાનો, દૂધની દુકાનો અને રસોઇ ગેસની દુકાનો નિર્ધારિત સમય માટે ખુલ્લી રહેશે. જિલ્લામાં શુક્રવારે સવારે સુધી કોરોનાના કુલ ૫૫૮ કેસ થઇ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુણેમાં કોવિડ ૧૯ સંક્રમણનો આંકડો વધીને ૨૮ હજાર પર પહોંચી ચુકયો છે. જયારે ૮૭૨ લોકોનાં મોત નિપજયાં છે. જો કે રાહતની વાત છે કે, અત્યાર સુધી કોરોનાથી કુલ ૧૩ હજાર લોકો રિકવર પણ થઇ ચુકયા છે. જો મહારાષ્ટ્રનીવાત કરીએ તો માત્ર આ રાજયમાં જ કોરોનાના સવા બે લાખથી વધારે કેસ છે. જયારે સંક્રમિતોની સંખ્યા પણ ખુબ જ ઝડપથી વધી રહી છે.

(10:54 am IST)