Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

યસ બેંક ૧૨ રૂપિયાના ભાવે શેર આપશેઃ ઓછામાં ઓછા ખરીદવા પડશે ૧૦૦૦ શેર

નવી દિલ્હી, તા.૧૧: ખાનગી ક્ષેત્રની યસ બેન્કે શુક્રવારે કહ્યું કે, તેણે ૧૫ જુલાઈએ ખુલનારા ફોલોઓન પબ્લિક ઓફર (જ્ભ્બ્) દ્વારા ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સુધીની રકમ એકત્ર કરવા માટે એક શેરની બેઝ પ્રાઈઝ રૂ.૧૨ રૂપિયા નક્કી કરી છે. બેંકે બીએસઈને જણાવ્યું કે, બોર્ડ ઓફ ડિરેકટરની કેપિટલ રાઇઝિંગ કમિટીએ મીટિંગમાં શેર દીઠ ૧૨ રૂપિયાના બેઝ પ્રાઈઝ રાખવાની મંજૂરી આપી હતી. એફપીઓ માટે મહત્તમ દર એક શેરના ૧૩ રૂપિયા રહેશે.

સમિતિએ એ પણ નિર્ણય લીધેલ છે કે, બિડરો ઓછામાં ઓછા એક હજાર શેરો માટે બોલી લગાવી શકશે. આ પછી તે હજારના ગુણાંકમાં વધી શકે છે. બેંકે યોગ્ય કર્મચારીઓને એક શેર રૂ.૧૨ના ભાવે આપવાની વિશેષ ઓફરની જાહેરાત કરી છે. યસ બેંકનો એફપીઓ ૧૫ જુલાઇએ ખુલશે અને ૧૭ જુલાઈએ બંધ થશે. તમને જણાવી દઈએ કે, જયારે સ્ટોક એકસચેંજમાં સૂચિબદ્ઘ કોઈ કંપની ફરીથી તેના શેરધારકો માટે કેટલાક શેર જારી કરે છે, ત્યારે તેને ફોલો-ઓન પબ્લિક ઓફર અથવા ફંડર પબ્લિક ઓફર (જ્ભ્બ્) કહેવામાં આવે છે.

કર્મચારીઓ માટે ૨૦૦ કરોડ રૂપિયાના શેર અનામત.

(10:00 am IST)