Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણીનો કુદકો :દુનિયાના સાતમાં નંબરના સૌથી ધનિક : વોરેન બફેટ સહિતનાને રાખ્યા પાછળ

જેફ બેઝોસ પ્રથમ ક્રમે: માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ બીજા સ્થાને

નવી દિલ્હી : રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો હતા જ પણ હવે દુનિયાના સૌથી ધનિક વ્યકિતઓમાં પણ સાતમાં નંબરે આવી ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનેયર રેકિંગ મુજબ મુકેશ અંબાણી પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ, ગૂગલના લૈરી પૈજ અને સર્જી બ્રિનને પણ પાછળ રાખી દીધા છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 70.10 અબજ ડૉલર થઈ ગઈ છે.

આ ફોર્બ્સની યાદીમાં જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 188.2 અબજ ડૉલર છે. જ્યારે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ બીજા સ્થાને છે. ગેટ્સની કુલ સંપત્તિ 110.70 અબજ ડૉલર છે. ત્રીજા સ્થાને 108.8 અબજ ડોલરની સંપત્તિ સાથે બર્નાર્ડ ઓર્નોલ્ટ પરિવાર છે, જ્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 90 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે.

(12:04 am IST)
  • ભારત ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં પ્રધાન ચેતન ચૌહાણનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : તેમનો ટેસ્ટ આજે સવારના ભાગે કરવામાં આવ્યો હતો access_time 1:02 am IST

  • રાત્રે ૧૦।। વાગે કર્ફયુમાં ૫ મિત્રો મોટરમાં નિકળતા કોન્સ્ટેબલ સુનિતા યાદવે રોકયા મિત્રોએ પ્રધાનપુત્રને બોલાવતા બન્ને વચ્ચે જીભાજોડી થઈ તેની ઓડીયો વાયરલ થયાનું ઝી ન્યુઝ ડોટ ઈન્ડિયા ડોટ કોમની ગુજરાતી સાઈટ ઉપર પ્રસારિત થયું છે access_time 5:58 pm IST

  • ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા : અંકલેશ્વર ભાજપના નેતા અને નગર સેવકને પણ કોરોના પોઝિટિવ : જો કે સત્તાવાર નિવેદન બાકી : જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૪૫ પર પહોંચી access_time 3:09 pm IST