Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

હવે ચીન અને જાપાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ : જાપાનની દરિયાઈ સીમામાં ઘુસેલા ચીનના બોમ્બર અને સબમરીનને જાપાને હટાવ્યા : જડબાતોડ જવાબ આપવાની તૈયારી ચાલુ

ટોક્યો : હવે ચીન અને જાપાન વચ્ચે યુદ્ધના મંડાણ થવાની તૈયારી શરૂ થઇ ગઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં જાપાનની દરિયાઈ સરહદમાં ચીનના બે બોમ્બર અને સબમરીન ઘુસી ગયા હતા.જેને જાપાને હટાવી દીધા હતા.
આ સંજોગોમાં જાપાને હવે હાઇપરસૉનિક એન્ટી શિપ મિસાઈલ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.જે બ્રહ્માસ્ત્ર સમાન છે.

(8:01 pm IST)