Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ચીન અને ભારત વચ્ચે બે હજાર વર્ષ જુના મૈત્રી સબંધો : ગલવાનમાં હિંસક અથડામણ થાય તેવું બંનેમાંથી કોઈપણ દેશ ઈચ્છતો નહોતો : ચીને ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીનું નિર્માણ કર્યું છે : ભારત ખાતેના ચીનના રાજદૂતનો વિડિઓ સંદેશ

ન્યુદિલ્હી : ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ હિંસક અથડામણ પછી ભારતમાં ચીન વિરુદ્ધ શરૂ થયેલી ઝુંબેશ અને સરહદ ઉપર જડબાતોડ જવાબને કારણે ચીન કુણું પડ્યું છે.
આજરોજ  ભારત ખાતેના ચીનના રાજદૂત સન વીન્ડોગે વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે બે હજાર વર્ષ જુના મૈત્રી સબંધો છે. ગલવાનમાં હિંસક અથડામણ થાય તેવું બંનેમાંથી કોઈપણ દેશ ઈચ્છતો નહોતો ચીને ભારતના  ઓટોમોબાઇલ ઉત્પાદનો ,મોબાઈલ ઉપકરણો તેમજ દવા ઉદ્યોગને  પ્રોત્સાહન આપી રોજગારીનું નિર્માણ કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે  બંને દેશોએ સાથે મળીને કોરોના સંકટ સામે લડવુ જોઇએ. આ સંકટના સમયે બંને દેશોએ એકબીજાને મદદ કરવી જોઇએ.

(6:38 pm IST)