Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

માઉન્ટ આબુમાં પશુપાલક ઉપર રિછે કર્યો હુમલો: મોઢાના ભાગે ગંભીર ઇજા

ઓરીયા ગામ નજીક ઘટના :ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો

 

રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક પશુપાલક પર ખૂંખાર રીંછે હુમલો કરતા પશુપાલકના મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ ઇજાગ્રસ્ત પશુપાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

  ઘટના બનતા પશુપાલકે બૂમાબૂમ કરી હતી જેથી ગ્રામજનો દોડી આવ્યા હતા. માઉન્ટ આબુ પાસેના ઓરીયા ગામ નજીક ઘટના બની હતી. ઘટના બાદ વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(12:35 am IST)