Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કર્ણાટકનું કોકડુ વધુ ગુંચવાયુ: ધારાસભ્યો અંગે નિર્ણંય લેવાના સુપ્રીમના ચુકાદા પર સ્ટે મુકવા સ્પીકરની માંગ

સ્પીકર રમેશ કુમારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ પ્રકારનાં નિર્દેશ આપી શકે નહી.

નવી દિલ્હી :કર્ણાટકનું કોકડું વધુ ગૂંચવાયું છે કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમકોર્ટે આ મુદ્દે સુનાવણી કરતા કોંગ્રેસ-જેડીએસનાં 10 બળવાખોર ધારાસભ્યોની તરફથી દાખલ અરજી અંગે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે સાંજે તમામ ધારાસભ્યો કર્ણાટક વિધાનસભા સ્પીકર રમેશ કુમાર સાથે મુલાકાત કરે.જોકે સ્પીકર રમેશ કુમારે આ નિર્દેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યા છે.

  કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે સુપ્રીમ કોર્ટને પોતાનાં તે આદેશ પર સ્ટે મુકવાની માંગ કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટની તરફથી ધારાસભ્યોનાં રાજીનામાના મુદ્દે આજે જ ચુકાદો આપવા માટે કહ્યું હતું. સ્પીકર રમેશ કુમારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ પ્રકારનાં નિર્દેશ આપી શકે નહી. સુપ્રીમ કોર્ટનાં તેની અરજી અંગે આજે તુરંત જ સુનવણીનો ઇન્કાર કરી દીધો છે. કાલે બળવાખોર ધારાસભ્યોનાં કેસ સાથે જ આ મુદ્દે પણ સુનવણી થશે. 

કોંગ્રેસ-જેડીએસનાં બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે તમામ 10 ધારાસભ્યોને સાંજે 6 વાગ્યે સ્પીકરને મળવા માટેનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનવણી દરમિયાન કહ્યું કે, તમામ ધારાસભ્ય સ્પીકરને પોતાનાં રાજીનામા અંગેની માહિતી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્પીકર ત્યાર બાદ રાજીનામા અંગે નિર્ણય લઇ શકે છે

 

(9:28 pm IST)