Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આસામમાં ભારે વરસાદથી પૂરનો પ્રકોપ : ત્રણ લોકોના મોત :ત્રણ લાખથી વધુ લોકોને અસર:સેના મદદે દોડી

ચંપાવતી નદી ગાંડીતુર: અનેક ગામ જળમગ્ન :કોકારઝાડ જિલ્લામાં ત્રણ નંબરનુ સિગ્નલ

ગુવાહાટી : આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસતા પૂરની સ્થિતિ સરજાઈ છે સમનાં કોકરઝાર જિલ્લામાં અનેક ગામ પુરનાં પ્રકોપનો ભોગ બન્યા છે.વરસતી સ્થિતિને પગલે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રની સાથે ભારતીય સેનાને પણ જોડાઈ છે સત્તાવાર સુત્રો મુજબ અસમમાં આશરે 1 લાખ લોકો પુરનો ભોગ બન્યા છે.ઉપરી આસામના ગોલાઘાટ, લખીમપુર, ઘેમાજી જિલ્લામાં 2 લાખ કરતા વધારે લોકો પુરથી પ્રભાવિત છે અહેવાલ અનુસાર પુરથી અત્યાર સુધી 3 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી છે.

 અધિકારીક સુત્રો અનુસાર પાડોશી દેશ ભુટાનમાંથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે અસમના ચિરાંગ જિલ્લાના ચંપાવતી નદી ગાંડીતુર બની છે. અનેક ગામ જળમગ્ન થઇ ચુક્યા છીએ. ચિરાંગ જિલ્લાનાં અમિનપારા ગામમાં સેનાના બચાવ અભિયાન ચલાવીને પુરમાં ફસાયેલી મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત 39 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. 

  બીજી તરફ કોકરઝાડ જિલ્લાના ગંગિયા નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે. કોકારઝાડ જિલ્લામાં ત્રણ નંબરનુ સિગ્નલ સેખારબિલમાં પુરથી ઘેરાયેલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નિચલી અસમનાં કોકરાઝાડ, ચિરાંગ જિલ્લામાં નદીના પુરનાં કારણે જમીનનાં ધોવાણથી અનેક ગામોના અસ્તિત્વ પર જ સંકટ પેદા થઇ ચુક્યું છે. 

બીજી તરફ આસામના મુખ્યમંત્રી સબ્રાનંદ સોનોવાલે આજે મુખ્યમંત્રી સચિવાલયથી અસમના તમામ પુરગ્રસ્ત જિલ્લાનાં અધિકારીઓને વીડિયોકોન્ફરન્સ દ્વારા સ્થિતીની માહિતે મળેવવા અને પુરથી બેહાલ લોકોને શક્ય મદદ કરવા અને બચાવ કાર્ય ઝડપી બનાવવા માટેના આદેશ આપ્યા છે.

 

(9:10 pm IST)