Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પાકિસ્તાનના બાળકનો મૃતદેહ પાક.ને સોંપાયો

ભારતે પ્રોટોકોલ તોડી દાખલો બેસાડ્યો

શ્રીનગર, તા.૧૧ : માનવતા માટે દાખલો બેસાડીને નિર્ધારિત પ્રોટોકોલ તોડીને ભારતીય સેનાએ ૮ વર્ષના બાળકના મૃતદેહને પાકિસ્તાનને સોંપી દીધો છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરથી લાપત્તા થયેલા બાળકનો મૃતદેહ બાંદીપોરા જિલ્લાના ગુરેજના કિસનગંગા નદીથી મળી આવ્યો હતો. બાળકની ઓળખ આબિદ શેખ તરીકે કરવામાં આવી ચુકી છે. બાળકના માતા-પિતા મૃતદેહ સોંપવા માટે અધિકારીઓને અપીલ કરી હતી. તેમની અપીલના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલાક સ્થાનિક લોકોએ ગુરેજના અચુરા ગામમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પસાર થતી કિસનગંગા નદીમાં એક બાળકનો મૃતદેહ નિહાળ્યો હતો. ત્યારબાદ ભારતીય જવાનોએ આ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. તેની ઓળખવિધિ કરવામાં આવ્યા બાદ આ બાળક પાકિસ્તાની હોવાની માહિતી ખુલી હતી જેથી પ્રોટોકોલ તોડીને સેનાને આને પાકને સોંપી દીધો છે.

(7:37 pm IST)