Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સાવધાન : વિકૃત જાહેરાતો ઉપર કિલક કરાવી નાણાં ખંખેરવાનું મોલવેરનું ષડયંત્ર

વિશ્વના ૨૫ મિલિયન વપરાશકારો શિકાર બન્યાનો ચોંકાવનારો અહેવાલ

યુ.એસ, તા. 11 Ñ એન્ડ્રોઇડ ફોનમાં આવતી વ્હોટ્સ એપ જેવી અનેક એપ્સમાં દ્યાલમેલ કરી તેને વિકૃત કરી નુકશાન પહોંચાડતા સોફ્ટવેર તરીકે કુખ્યાત મોલવેરે તાજેતરમાં વિશ્વના 25 મિલિયન જેટલા એન્ડ્રોઇડ ફોનને શિકાર બનાવ્યા હોવાનું જાણવા મળે છે.જેમાં 15 મિલિયન જેટલા વપરાશકારો સાથે સૌથી વધુ ભારત દેશના નાગરિકોને અસર થઇ છે.ઉપરાંત 3 લાખ જેટલા અમેરિકા તથા યુ.કે.ના 1 લાખ 37 હજાર જેટલા વપરાશકારો  ભોગ બન્યા છે. સામાન્ય રીતે આવા નોન ગુગલ પ્લે  હુમલાઓ વિકાસશીલ દેશો ઉપર વધુ થતા જોવા મળે છે.જેથી ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા ઇઝરાયલની સુરક્ષા કંપની ચેક પોઇન્ટએ ધ્યાન દોર્યું હતું કારણકે તે ગૂગલની અધિકૃત એપ ની જગ્યાએ પોતાની એપ ગોઠવી દયે છે.તથા વિકૃત જાહેરાતો બતાવવા લાગે છે.આ ડાઉનલોડ કરાતી એપ ઉપર કયાંય આઇકોન પણ જોવા મળતું નથી જે વધુ શંકા ઉપજાવે છે.તેમજ જાહેરાત પે કિલક સિસ્ટમ મુજબ કિલક કરવાથી હેકર્સને નાણાં મળે તેવો ફ્રોડ કરાય છે.તેવું  forbes.com દ્વારા જાણવા મળે છે.

(3:35 pm IST)