Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બજેટમાં ખેડૂતોની અવગણના : આત્મહત્યા માટે મજબૂર છે ખેડૂતો : રાહુલ ગાંધી

કોંગ્રેસે સરકાર પર બજેટ ખેડૂત લક્ષી ન હોય તેવો આરોપ મુકયો : સંસદમાં રાહુલ -રાજનાથ આમને સામને :ખેડૂતોની દયાજનક સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર : રાજનાથનો વળતો જવાબ

નવી દિલ્હી, તા. ૧૧ :  રાજયસભા અને લોકસભામાં આજે સામાન્ય બજેટ વિશે ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત આજે રાજયસભામાં કુપોષણ મુદ્દે પણ ચર્ચા થવાની છે. આજે રાજયસભામાં બજેટની ચર્ચા દરમિયાન પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે સરકાર પર બજેટ ખેડૂત લક્ષી ન હોવાનો આરોપ મૂકયો હતો.

લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ ખેડૂતોની સ્થિતિ વિશે ચર્ચા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા સંસદીય વિસ્તાર વાયનાડમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અહીં ૮ હજાર ખેડૂતોને લોન ન ચૂકવી હોવાથી નોટિસ આપવામાં આવી છે અને કેરળમાં ૧૮ ખેડૂતોએ આત્મહત્યા કરી છે કારણકે તેઓ બેન્કની લોન ચૂકવી શકયા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ખેડૂતોને ખૂબ ઓછા પૈસા આપ્યા છે જયારે અમીરોને ખૂબ વધારે આપ્યા છે. આવું બમણુ વલણ કેમ? સરકાર મટે ખેડૂતો કરતા અમીરો વધારે મહત્વના કેમ છે? રાહુલ ગાંધીએ સરકાર પાસે માંગણી કરતા કહ્યું છે કે, આરબીઆઈને નિર્દેશ આપે અને ખેડૂતોને ધમકાવવાનું બંધ કરે. દેશમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે, તે માટે સરકારે કોઈ પગલાં લેવા જોઈએ.

લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન વિશે સીનિયર નેતા રાજનાથ સિંહે કહ્યું કે, ખેડૂતોની દયાજનક સ્થિતિ ૪-૫ વર્ષમાં નથી થઈ. જે લોકોએ લાંબા સમયથી સરકાર ચલાવી છે તેઓ આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર આવ્યા પછી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. જેટલા ટેકાના ભાવ અમારી સરકારમાં વધ્યા છે તેટલા કોઈ સરકારમાં નથી વધ્યા. રાજનાથ સિંહે કહ્યું કે, દરેક ખેડૂતોને રૂ. ૬ હજાર પેન્શન આપવાનું પણ અમારી સરકારમાં નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂતોની સૌથી વધારે આત્મહત્યા આ પહેલાંની સરકારના સમયમાં થઈ છે અને તે વાત હું દાવા સાથે કહી શકુ છું.

રાજયસભામાં ચિદમ્બરમે કહ્યું હતું કે, એનડીએ પહેલીવાર સત્ત્।ામાં આવી ત્યારથી દેશની અર્થવ્યવસ્થા સતત નબળી પડી રહી છે. કૃષિ ક્ષેત્રે પણ દ્યટાડો થયો છે અને દર વર્ષે દેશમાં ૧૦ હજાર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ૮૦૦ ખેડૂતો આત્મહત્યા કરી ચૂકયા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, અમારી સરકાર ગયા પછી નિકાસમાં સતત ૪ વર્ષ સુધી દ્યટાડો થયો છે. માત્ર ૨૦૧૮જ્રાક્નત્ન નિકાસમાં થોડો સુધારો થઈ શકયો છે. બેરોજગારી સતત વધી રહી છે અને બીટેક કરનાર વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી.

બજેટ વિશે ચર્ચા કરતાં ચિદ્મ્બરમે કહ્યું કે, હું એટલા માટે દુખી નથી કારણકે કાલે ભારત મેચ હારી ગયું પરંતુ એ કારણથી દુખી છું કારણકે રોજ લોકતંત્ર પર એક ધબ્બો લાગી રહ્યો છે. કર્ણાટક અને ગોવામાં જે થઈ રહ્યું છે તે લોકોની સામે જ છે. અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. વિદેશી રોકાણકારો અને રેટિંગ સંસ્થાઓ કદાચ ભારતીય ન્યૂઝ પેપર અને ટીવી ચેનલ નથી જોતા. કારણકે દેશની રાજકીય સ્થિતિની ખરાબ અસર અર્થવ્યવસ્થા પર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકારને એવું લાગે છે કે, તેઓ આ બધુ કરીને તેમનું રાજકીય લક્ષ્ય મેળવવા માંગે છે પરંતુ હકીકતમાં તેઓ દેશની આર્થિક સ્થિતિને દ્યણું નુકસાન કરી રહ્યા છે અને લોકતંત્રના માળખાને પણ નુકસાન પહોંચાડે છે.

(3:41 pm IST)