Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સરકારી - પ્રાઈવેટ દરેક કર્મચારીઓને મળશે હેલ્થ સુવિધાઓ

મોદી સરકારે મહત્વના બીલને આપી મંજૂરી

નવી દિલ્હી, તા. ૧૧ : કેન્દ્રની એનડીએ સરકારે સરકારી તેમજ પ્રાઇવેટ કર્મચારીઓના કાર્યાલય, સુરક્ષા, સ્વાસ્થ્ય અને વર્કિંગ કન્ડિશન કાર્ડ બિલ ૨૦૧૯માં મંજુરી આપી દીધી છે. આ બિલના દાયરામાં તે દરેક કંપનીઓ આવશે જેમાં ૧૦ થી વધુ સ્ટાફ કામ કરે છે. આ કાયદામાં કંપનીઓએ વર્ષમાં એક વાર તેમના કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવું પડશે.

બિલમાં પરિવારની પરિભાષાની મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે ફકત તેમના દાદા-દાદી, નાના-નાનીને મળતી સુવિધાઓ હવે આશ્રીત ગ્રાન્ડ પેરેન્ટ્સને મળી શકશે. કંપનીમાં બાળકો માટે ક્રેચ, કેન્ટીન જેવી સુવિધાઓ અનિવાર્ય હશે. નિશ્યિત ઉંમર બાદ કર્મચારીઓ માટે ફ્રી માં સ્વાસ્થ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રીએ જણાવ્યું કે મજૂરોના હિતોનું ખ્યાલ રાખવું સરકારની પ્રાથમિકતા છે. તેથી સરકારે ૧૩ શ્રમ કાયદાની જગ્યાએ એક કાયદો બનવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી દેશના ૪૦ કરોડ કારીગરોને ફાયદો થશે. મંત્રીએ કહ્યું કે મોદી સરકારે નિર્ણય કર્યો કે હવે ૧૭૮ રૂપિયા પ્રતિદિન મજૂરી દરેક મહિનાની નિશ્યિત તારીકહે આપવી પડશે. તેઓએ કહ્યું કે તેનાથી વધુ મજૂરી આપનારા રાજયો પર કોઈ રોક નથી.

આ નિર્ણયથી દેશના અંદાજે ૩૦ કરોડ કર્મચારીઓનું યોગ્ય સમય પર પગાર મળી શકશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવતા ૨-૩ દિવસમાં આ બિલ લોકસભામાં રજૂ કરી શકાશે. આ બિલ હેઠળ મહિલા કર્મચારીઓના કામનો સમય સવારે ૬ વાગ્યા થી ૭ વચ્ચે હશે. જો કંપની સાંજે ૭ વાગે શિફ્ટ લગાવે છે તો સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કંપનીની હશે.

કર્મચારીઓ પાસે ઓવરટાઈમ કરાવા માટે તેમની સંમતિ પણ અનિવાર્ય રહેશે. આ ઉપરાંત ઓવરટાઈમના કલાકો પણ વધારી દેવામાં આવ્યા છે.

(12:40 pm IST)