Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભારત હારતા સટ્ટાબાજોના ૧૦૦ કરોડ ડૂબી ગયા

છેલ્લી ઓવરોમાં જાડેજા-ધોની આઉટ થતાં થઈ ઉલટફેર

નવી દિલ્હી, તા.૧૧: ભારતને પહેલી સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે. ભારતની આ હારના કારણે સ્ટોડિયાઓને ભારે ફટકો પડ્યો છે. દિલ્હી-NCRના સટ્ટા બજારોમાં ભારે નુકસાન થયું છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ભારતની હારથી સટોડિયાઓને ૧૦૦ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડ પર ભારતની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા હતા. ભારતને આ મેચમાં જીતનું દાવેદાર પણ માનવામાં આવતું હતું પણ ન્યૂઝીલેન્ડની ટીમે પાસું પલ્ટી નાખ્યુ.

ભારત પર સટ્ટા બજારમાં ૪.૩૫ રુપિયાનો ભાવ હતો, જયારે ન્યૂઝીલેન્ડ પર ૪૯ રુપિયાનો ભાવ હતો. તેનો મતલબ કે ન્યૂઝીલેન્ડની હાર નિશ્યિત માનવામાં આવતી હતી. મેચમાં જયારે ભારતનો સ્કોર ૬ વિકેટ પર ૨૦૦ રન હતો ત્યારે રવિન્દ્ર જાડેજા અને ધોની બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે ભારત પર સટ્ટાબજારમાં ઉછાળો હતો પણ અંતિમ બે ઓવરમાં જે રીતે ન્યૂઝીલેન્ડે કમબેક કર્યું બધો હિસાબ બગડી ગયો.

ધોનીના આઉટ થતા જ સટોડિયાઓ માટે બહુ ખરાબ થયું કારણ કે તેમના બધા રુપિયા ડૂબી ગયા. જેમણે ન્યૂઝીલેન્ડ પર રુપિયા લગાવ્યા હતા, તેમના ખિસ્સા ગરમ થઈ ગયા. ગુરુગ્રામના સદર બજારમાં સ્થિત એક સટોડિયા રાજીવ સિંહ (નામ બદલ્યું છે.)એ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જયારે ભારતના ટોપ-૩ બેટ્સમેન પાંચ રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા, ત્યારે સટ્ટાબજાર બદલાઈ રહ્યું હતું. અમારી આશા મંગળવારે વધારે હતી પણ બુધવારે ભારતની હાર સાથે વર્લ્ડકપની સૌથી ખરાબ ખબર આવી.

વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમિ ફાઈનલમાં ધોની ૪૯માં ઓવરમાં રન આઉટ થયો હતો

તેમણે જણાવ્યું કે, ગુરુગ્રામ સિવાય ગાઝિયાબાદ, ફરીદાબાદ અને દિલ્હીમાં દ્યણાં સટોડિયાઓ ૫ સ્ટાર હોટલમાં પાર્ટીની વ્યવસ્થા કરી હતી પણ અંતિમ સમયે પાણી ફરી ગયું. ન્યૂઝીલેન્ડ પર સટ્ટો લગાવવાવાળા દિલ્હીના એક સટોડિયાએ કહ્યું- જયારે ભારતની ૪ વિકેટ પડી હતી, ત્યારે હું ઘણો ખુશ હતો. હું ત્યારે પણ ખુશ હતો જયારે ભારતીય બોલર્સ ફોર્મમાં નહોતા, કારણ કે મે બધા રુપિયા ન્યૂઝીલેન્ડની જીત પર લગાવ્યા હતા. મે મોટું જોખમ લીધું હતું અને જે લોટરી સાબિત થયું.

જાડેજા અને ધોની પર બહુ રુપિયા લગાવ્યા!

ગાઝિયાબાદના સ્ટ્ટાબજારમાં સટોડિયાઓએ કહ્યું- અમે આજે બહુ ખરાબ રીતે હાર્યા છીએ. ત્યાં સુધી કે સેશન દર સેશનના સટ્ટામાં પણ અમને નુકસાન થયું હતું કારણ કે અમે ધોની અને જાડેજા પર પણ રુપિયા લગાવ્યા હતા. દિલ્હીનું એક સટ્ટાબજાર મંગળવારે બહુ ઉપર ગયું. પોલીસના અનુમાન મુજબ દિલ્હી એનસીઆરમાં સટ્ટા વેપારને ૧૫૦ કરોડ રુપિયા ઉપર ગયો હતો. સ્ટ્ટો રનો અને વિકેટથી મળનારી જીતના અંતર પર લગાવવામાં આવે છે. આ વખતે પણ એવું અનુમાન કરાયું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ મળીને ૪૦૦થી વધારે રન બનાવી શકે છે કે નહીં.

(12:39 pm IST)